મિલકત બાબતે ભાઈએ પોતાની સગી બહેન પર કર્યો જીવલેણ હુમલો, બહેનની હાલત ગંભીર

બાપની મિલકત એ સગા ભાઈઓ વછે તિરાડ પડાવે છે જેના વિવિધ કિસ્સાઓ આપડી નજર સમક્ષ છે પરંતુ મહેસાણા શહેર નો વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે.એક સગા ભાઈએ મિલકત બાબતે પોતાની બહેન પર જીવલેણ હુમલો કર્યો છે.

 

તમને જણાવી દઈએ કે મહેસાણા શહેરમાં વિસનગર રોડ પર માનવ આશ્રમ વિસ્તારની ન્યુ અંબિકાનગરમાં રહેતા રાજન કરમસીને તેના ઘરની સામે જ રહેતી અને એની સગીબહેન અલકા દિલીપભાઇ જીલીયા અને અન્ય ભાઇ બહેનો સાથે વડિલોપાર્જીત મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. મંગળવારે બપોરે 11 વાગ્યે તેની બહેન અલકા સાથે મકાનની ઓસરીમાં મિલકત બાબતે બોલાચાલી થતાં રાજને ખિસ્સામાંથી છરી કાઢી બહેન ઉપર ઘા કાર્ય હતા ઉપરા ઉપરી 7 ઘા મારતાં તે ફસડાઇ પડી હતી.

આ છરીના ઘા થી બહેન ની હાલત ગંભીર થઇ હતી અને ગંભીર હાલતમાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઇજાગ્રસ્તની ભત્રીજી સ્નેહાએ કહ્યું કે, મારા દાદાએ ફઇને આપેલું મકાન કાકા ખાલી કરાવવા અવાર નવાર દાદા તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. ફઇએ પોતાના નામે મકાન હોઇ ખાલી નહીં કરે તેમ કહેતાં જ કાકાએ છરી મારી હતી. અમે વચ્ચે પડતાં અમને પણ માર્યા હતા. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.આ ઘટના થી એમના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Back to top button