News

દુબઈ રજાઓ માણી પોતાના વતન ફરી રહેલા પટેલ પરિવારને અકસ્માત નડતા માતા-પિતા સહીત પુત્રનું ઘટના સ્થળે થયું મોત.

પોતાના દીકરા ના ઘરે રજાઓ માની પોતાના વતન પરત ફરતા પટેલ પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે જેમાં માતા-પિતા સહીત પુત્રનું મોત થયું છે.ગઈકાલે દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પોતાના વતન ખંભાત જઇ રહેલા પરિવારની કાર ને ગઇકાલે સવારે ભયંકર અકસ્માત નડ્યો હતો આ અકસ્માત નડતા માતા-પિતા અને પુત્રના ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર મોત નિપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાતના વતની શેવંતીલાલ પટેલ અને તેમના પત્ની અંજનાબેન બંને ત્રણ મહિના પહેલા દુબઇ રહેતા પોતાના પુત્ર હિમાંશુભાઇને મળવા તથા વેકેશન માણવા માટે દુબઇ ગયા હતા.હિમાંશુભાઇ છેલ્લા ચાર વર્ષથી દુબઇની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.ઉલ્લેકનીય છે કે વેકેશન પૂરું થતા મંગળવારે શેવંતીલાલ પટેલ, પત્ની અંજનાબેન, પુત્ર હિમાંશુભાઇ, પુત્રવધૂ હેલી અને પૌત્રી જીયાંશી દુબઇથી વિમાનમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. આ પરિવારને રિસિવ કરવા માટે ખંભાતથી ઇકો કાર બોલાવવામાં આવી હતી.જેને આ ગંભીર અકસ્માત નડ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પટેલ પરિવારની કાર ખેડા-અમદાવાદ હાઇવે પર માતર તાલુકામાંથી પસાર થઇ રહેલ નવા હાઇવે પર ખોડીયાર ચોકડી નજીક ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં શેવંતીલાલ પટેલ, પત્ની અંજનાબેન તથા પુત્ર હિમાંશુભાઇના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે હિમાંશુભાઇના પત્ની હેલી અને હિમાંશુભાઇની પુત્રી જીયાંશીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હિમાંશુભાઇની પત્ની હેલી ગર્ભવતી હોવાનું નજીકના લોકો દ્રારા જાણવા મળ્યું છે. કારનો ચાલક પણ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

Back to top button