GujaratNews

વાવાઝોડાની આગાહી છતાં આ માછીમારો સ્થળાંતર કરવાની ના પાડે છે,તંત્ર ની કામગીરી યથાવત

હવામાન વિભાગે વાવાઝોડા “વાયુ” ને લઈને આગાહી કરી છે અને એના પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે કોઈ પણ જાન હાની ન થાય એટલા માટે લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે અને તંત્રે પોતાના હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરી દીધા છે.સુરક્ષા ને પગલે તંત્રએ ndrf ની ટીમો તૈનાત કરી દીધી છે.

ગુજરાતના દરિયા કિનારા પર અવેલા કેટલાક ગામડાંઓમાં વાયુ વાવાઝોડાને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. વાયુના કારણે લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. સ્થળાંતર સાથે લોકોના ખાવા-પીવા અને રહેવાની વ્યસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ દરિયા કિનારાઓ પર NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

પોરબંદરમાં વાવાઝોડા ના પગલે ત્યાના લોકોને પણ બીજે સ્થળાંતર માટે હવામાન વિભાગે સતર્ક રહેવા આગાહી કરી છે અને  દ્વારા પોરબંદરમાં માધવપુરમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. માધવપુરમાં NDRFની ટુકડીની સાથે પોલીસના જવાનોને સાથે રાખીને લોકોને સમજાવી રહી છે અને તેમને રાહત છાવણી સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રાહત છાવણીમાં આશરો લેનારા લોકોને રહેવાની, જમવાની અને પીવાના પાણીની તમામ વ્યસ્થા તંત્ર દ્રારા કરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે જ્યારે NDRFની ટીમ અને પોલીસ વેરાવળના ઝાલેશ્વર વિસ્તારમાં રહેતા માછીમારોનું સ્થળાંતર કરાવવા માટે પહોંચી હતી, ત્યારે ત્યાંના લોકોએ સ્થળાંતર કરવાની ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ સ્થળ પર અંદાજિત 200 જેટલા પરિવારો વસવાટ કરે છે અને આ લોકો જે સ્થળ પર રહે છે, તે સ્થળ દરિયાની ખૂબ જ નજીક છે. સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, તેઓ પોતાના ઘર અને બોટ મુકીને એ લોકો ક્યાય પણ જશે નહીં.

સમગ્ર મામલે NDRFના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે આ લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવી રહ્યા છીએ.એમણે વધુમાં કહ્યું હતું કે અહીંથી 200 મીટરના અંતરે પાકા મકાનો અને શાળાઓમાં આ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અહીંના લોકો કહી રહ્યા છે કે, કંઈ પણ થઇ જાય પણ અમે અહીં જ રહીશું. ત્યારે અમે લોકો કલેક્ટર સાહેબના સંપર્કમાં છીએ અને આ લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવી રહ્યા છીએ.અને અત્યારે તંત્ર પોતાની કામગીરી સાથે લોકોને સમજાવીને સ્થળાંતર કરાવવાની કામગીરી કરી રહ્યું છે.

Back to top button