વોટ્સપ યુઝર્સ ચેતી જજો,હવે આવી રહ્યો છે કડક નિયમ,કાયદાકીય પગલા પણ લેવાઈ શકશે
અત્યારે સોસીયલ મીડિયા દુનિયાના મોટા ભાગના લોકો યુઝ કરી રહ્યા છે એમાં પણ વોટ્સપ એ એક એવી એપ્લીકેશન છે દરેક લોકો યુઝ કરતા જ હોય છે સોસીયલ મીડિયામાં બીજુ યુઝ કરે કે નાં કરે પણ વોટ્સપ તો રાખે જ છે કેમ કે વોટ્સપ હવે લોકોની જરૂરિયાત બની ગયું છે.
તમને જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોટી ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસ આપનારી કંપની વૉટ્સએપે ધડાધડ અને બેફામ જથ્થાબંધ મેસેજ મોકલનારા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. વૉટ્સએપ હવે એવા લોકોનું એકાઉન્ટ બંધ કરી દેશે જે જથ્થાબંધ દરરોજ મેસેજ મોકલે છે. સાથે જ કંપની આવા લોકો વિરુદ્ધ સખત કાયદાકીય પગલાં પણ લઇ શકે છે.
વૉટ્સએપે પોતાના બ્લોગમાં આ અંગે માહિતી શેર કરતા જણાવ્યું છે કે તે એવા લોકોનું વૉટ્સએપ એકાઉન્ટ બંધ કરી દેશે જે અન્ય લોકોને જથ્થાબંધ મેસેજ મોકલે છે. તમને જણાવી દઈએ કે આ એક્શન ની શરૂઆત 7 ડિસેમ્બર 2019થી થશે. કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે વૉટ્સએપ પર 90 ટકા મેસેજ પર્સનલ હોય છે પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી જથ્થાબંદ મેસેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
આપને બધા જાણીએ છીએ એમ જથ્થાબંધ મેસેજ સૌથી વધુ તમામ રાજકીય પાર્ટીઓ અને ડિજિટલ માર્કેટિંગ કરનારાઓ તરફથી મોકલવામાં આવી રહ્યાં છે. તેની આડમાં દરરોજ તમામ પ્રકારના ફેક ન્યૂઝ પણ શેર થઇ રહ્યાં છે. તેવામાં વૉટ્સએપનું આ પગલું બલ્ક મેસેજ અને ફેક ન્યૂઝ પર લગામ લગાવવાના કામમાં આવશે.
વૉટ્સએપે પોતાના બ્લોગમાં કહ્યું છે કે જો કોઇ એકાઉન્ટથી 15 સેકેન્ડમાં 100 મેસેજ મોકલવામાં આવે તો તે એકાઉન્ટ બલ્ક મેસેજનું દોષી માનવામાં આવશે અને તેનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. સાથે જ જો એકાઉન્ટ બનાવ્યાના 5 મિનિટ બાદથી જ ઢગલાબંધ લોકોને મેસેજ મોકલવામાં આવે તો પણ કંપની તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સાથે સાથે એવા એકાઉન્ટને પણ બંધ કરી દેવામાં આવશે કે જેને થોડા સમય પહેલાં બનાવવામાં આવ્યાં હોય અને તે એકાઉન્ટથી ઢગલાબંધ ગ્રુપ્સ બનાવવામાં આવી રહ્યાં હોય.