GujaratSurat

સુરતમાં આજે ભારે વરસાદ સાથે 40થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા, NDRF તૈનાત

વાયુ વાવાઝોડાને પગલે બુધવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ કાળાડિંબાંગ વાદળો છવાતાં ઉકળાટ અને બફારાની લોકો પરેશાન થયા હતા.  અચાનક બપોરે શહેરમાં વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોરદાર પવન ફૂંકાતા શહેરમાં 10થી વધુ સ્થળે ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. વાવાઝોડાને કારણે દરિયો પણ તોફાની બન્યો હતો.

દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હોવાથી  ડુમસના દરિયાકિનારે 14 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને  NDRF તૈનાત કરાય છે. બુધવારે શહેરમાં 32 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાથી ગોડાદરા માનસરોવર, ભાગળ લીમાડા ચોકમાંયો ઝાડ પડવાના બનાવ બન્યા હતા.

પાલિકા કમિશનર એમ.થેન્નારાસને જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે 24 ટીમ તૈયાર કરી જોખમી હોડિગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવાઝોડાને લીધે ભેજનું પ્રમાણ 70 ટકા હતું.  વાયુ નામના વાવાઝોડાની સંભવત: અસરને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં મીઠાના અગર અને જિંગાતળાવોમાં કામ કરતા હજારો મજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે.

વાવાઝોડાના કારણે રાત્રિ દરમિયાન કોઈ જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બને તો તાત્કાલિક અસરથી એ વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી માટે પાલિકાની ટીમો સતત કાર્યરત રહેશે.

Back to top button