પોલીસતંત્ર ની લોકો અહી વાહવાહી કરી રહ્યા છે, વરસાદમાં લોકોની મદદે દોડી આવ્યા હતા PSI આશિષ પટેલ

હવામાન વિભાગની આગાહી ને લઈને તંત સતર્ક થઇ ગયું છે ત્યારે લોકો પણ પણ હોનારત થી બચવા બનતા તમામ પ્રયત્નો અને પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે કેટલીક સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ તો લોકોની મદદ કરી શકાય એ માટે ફૂડ પેકેટની પણ તૈયારીઓ કરવા લાગી ગઈ છે.

‘વાયુ’ વાવાઝોડાને લઇને અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ વહેલી સવારથી જ વાતવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. બાયડ તાલુકાના તેનપુર વિસ્તારમાં એક કલાકમાં ભારે પવન સાથે ૨ ઇંચ વરસાદ પડ્યો હતો જેના પ[અગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. સાથે બાયડ-દહેગામ રોડ પર આવેલા વાત્રક પુલ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વાહનો બંધ થઈ જતા આંબલીયારા પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચી પાણી દૂર કરી લોકોની મદદ કરી હતી. પોલીસ મિત્રોની આ પ્રશંસનીય કામગીરીની લોકો ચર્ચા કરી રહ્યા હતા.

અહી ઉલ્લેખનીય છે કે આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે અરવલ્લી-ગાંધીનગર જીલ્લાને જોડાતા જીવાદોરી સમાન રાજ્યધોરી માર્ગ પર આવેલા વાત્રક પુલ પર ધોધમાર વરસાદના પગલે પુલ પર બનાવેલ હોલમાં કચરો ભરાતા પુલ પર પાણી ફરી વળ્યા અને પુલ પર પાણી ભરાતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને વાહનોમાં પાણી ભરાતા વાહનો બંધ થઇ જતા હતા. જેથી વાહનવ્યવહાર થંભી  નાં જાય એટલા માટે પુલ પરના હોલમાં ભરાયેલો કચરો પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી દૂર કર્યો હતો અને પાણી વહી ગયા પછી વાહન વ્યવહાર ફરી પહેલાની જેમ ચાલુ થઇ ગયો હતો.અને પોલીસ તંત્રની લોકોએ પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે પીએસઆઈ આશિષ પટેલે જણાવ્યા હતું તેમ,અનુસાર બાયડ પંથકના તેનપુર વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે સાંજના સુમારે ખાબકેલા ધોધમાર વરસાદમાં પુલ પર પાણી ભરાયા હોવાની એમને જાણ થતા કર્મચારીઓ સાથે વાત્રક પુલ પર પહોંચી પુલ પર ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.અને લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Back to top button