News

સ્ટેટસમાં “મિસ યુ મોમ એન્ડ ડેડ” લખી યુવાને બંદુકની ગોળી મારી જીવન ટૂંકાવતા પરિવાર સહિત મિત્રોમાં આઘાત..

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની માલપુર રોડ પર આવેલી નાલંદા-૧ સોસાયટીમાં ગઇકાલે  બપોરના સમયે એક યુવાને આત્મહત્યા કરી હોવાના દુખદ સમાચાર મળી રહ્યા છે. મોડાસા કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીના પુત્રએ કોઈ કારણોસર ધાબા પર ચઢી બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી હતી. બંદુકની ગોળીનો અવાજ સાંભળી સોસાયટીના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પુત્રએ બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી હોવાની આ ઘટનાની જાણ પિતાને થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પુત્રના વિરહમાં આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે મૃતક યુવાન હેમરાજ સિંહ રાઠોડે આત્મહત્યા કાર્ય પહેલા વોટ્સએપમાં સ્ટેટ્સ અપલોડ કાર્ય હતા જેમાં “મીસ યુ મોમ એન્ડ ડેડ…લવ યુ સો મચ” અને “મીસ યુ ઓલ ડીયર ફ્રેન્ડ્સ” ના સ્ટેટ્સ હતા.આ યુવાનના આત્મહત્યા કરી લેવાથી મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓને પણ ઘેરો આંચકો લાગ્યો હતો. મિલનસાર સ્વભાવ ધરાવતા હેમરાજસિંહે બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી લેતા લોકો ભારે શોકમાં મુકાયા હતા. આત્મહત્યા ક્યા કારણોસર કરી તે અંગે અનેક રહસ્યો ઘૂંટાયા છે જે રહસ્યો શોધવા પોલીસ પ્રયત્નો કરી રહી છે.

સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર,મોડાસાની કોર્ટમાં ફરજબજાવતા  અને માલપુર તાલુકાના વાવડી ગામના વતની દશરથ સિંહ રાઠોડ ના ઘરે લગ્નના ૧૨ વર્ષ પછી પારણું બંધાયું હતું અને પુત્ર રત્નની પ્રાપ્ત થઈ હતી. આ ખુશખુશાલ પરિવારમાં હેમરાજસિંહ યુવાન થતા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ માલપુર ખાતે એક વર્ષ અગાઉ ભવનાથ મેડિકલ નામની દુકાન કરી આપી હતી. હેમરાજ સિંહે મંગળવારે રાત્રીના સમયે પોતાના પિતા દસરથસિંહ ને છાતીમાં દુખાવો ઉપડતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી.

પિતાને સારવાર અપાવ્યના ગણતરીના કલાકોમાં હેમરાજસિંહે બપોરના સમયે બે માળના મકાનના ધાબે ચઢી બંદૂક વડે કપાળના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી જેના પગલે ભારે ચકચાર મચી હતી. હેમરાજસિંહે આત્મહત્યા કરી લેતા મોડાસા કોર્ટમાં ફરજ બજાવતા જજ, કર્મચારીઓ અને મોટીસંખ્યામાં વકીલો સહીત ઘણા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Back to top button