Gujarat

મેઘરાજાની ગુજરાતમાં વાસ્તવિક એન્ટ્રી થઇ ગઈ જાણી લો ક્યાં કેટલો વરસાદ પડ્યો

રાજ્યમાં ધરતી તપાવતી ગરમીને રાહત આપવા અને લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજાની શાહી સવારી ગુજરાતમાં આવી પહોચી છે. વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પધરમણા ગુજરાતમાં થયા છે.અહી ઉલ્લેખનીય છે કે સવારે ૮ વાગે સુધીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓ એવા છે કે જ્યાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.તમને જણાવી દઈએ કે રાજ્યના કુલ 108 તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે.

રાજયના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે ૮ બગ્યે સુધીમાં રાજ્યના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. અને આ પડેલ વરસાદની જિલ્લાવાર આંકડાકીય માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫ , સરસ્વતી તથા હારિજમાં ૧૬,પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩, હિંમતનગરમાં ૩૪, ઇડરમાં ૨૨, ખેડબ્રહ્મામાં ૨૧, તલોદમાં૨૧, વડાલીમાં૧૮ અને ૧૬ mm વરસાદ પડ્યો છે. જયારે, મહેસાણા જિલ્લાના વિજાપુરમાં૩૮, વિસનગરમાં ૩૬, વડનગરમાં 21, મહેસાણામાં ૨૨ અને ઉંઝામાં ૧૧ mm, અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ mm, ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં૨૪ mm વરસાદ નોંધાયો છે.

અહી ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની ઝલક જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ mm., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં૨૫ mm, જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ mm, ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ mm, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ mm, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ mm, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ mm, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ mm તથા જામનગર તાલુકામાં ૨૬ mm વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી લઇએ તો ખેડા જિલ્લાના કઠલાલમાં ૧૩ mm, તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૭ mm. અને સોનગઢમાં૧૫ mm, જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૩૮ mm. વરસાદ વરસ્યો હતો.

આ સાથે જ ગુજરાતમાં વાસ્તવિક ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે વાવાઝોડા વાયુની જે સંકટની ભીતિ હતી તે હવે ઓછી થઇ ગઈ છે પરંતુ પવન સાથે વરસાદ આવવાના સંકેતો હજી પણ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી રહ્યા છે.કોઈ જાન હાની ના થાય એટલા માટે તંત્ર સતર્ક છે અને લોકો માટે તમામ તૈયારીઓ કરી રહ્યું છે.મળતી માહિતી અનુસાર ઊંઝા ધામ,ખોડલ ધામ,સ્વામીનારાયણ સંસ્થા જેવી ધાર્મિક સંસ્થાઓ તથા અન્ય સામાજિક સંગઠનો લોકોને કોઈ મુશ્કેલી આવી શકે તો મદદ માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થાઓ કરવામાં લાગી ગઈ છે.

Back to top button