GujaratNews

કરંટ લગતા યુવતીના બંને પગ અને એક હાથ કપાવવો પડયો, છતાં મંગેતરે લગ્નની હા પાડી જીવનભર સાથ નિભાવવાની વાત કરી

ફિલ્મો અને કહાનીઓમાં આપડે ઘણી વાર જોતા હોઈએ છીએ કે એસીડ એટેક થયેલી કે કઈ પણ પ્રોબ્લેમ થયેલો હોય છતાં પણ પુરુષો એમને અપનાવતા હોય છે પરંતુ આવું મોટા ભાગે મુવી અને કહાનીયોમાં માં જ જોવા મળતું હોય છે. આજે આપની સમક્ષ આવો એક કિસ્સો હકીકત માં સામે આવ્યો છે. ‘વિવાહ’ ફિલ્મની કહાની જેવો જ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યુવતીની સગાઇને બે મહિના જેટલો સમય થયા પછી યુવતીને કરંટ લાગતા તેના બંને પગ અને એક હાથ કાપવા પડ્યા હતા.આટલું બધું થવા છતાં જેની સાથે સબંધ બંધાયા હતા એ છોકરાએ એ યુવતીને અપનાવવાની વાત કરી છે અને એની સાથે લગ્ન કરી એને જીવનભર સાથે રાખવાની વાત કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવદમાં રહેતી 18 વર્ષની હિરલ વડગામાની સગાઈ 28 માર્ચના રોજ ચિરાગ ગજ્જર નામના યુવક સાથે થઇ હતી. અહી ઉલ્લેખનીય છે કે સગાઇના બે મહિના થયા પછી હિરલ જ્યારે ઘરનું કામ કરી રહી હતી, ત્યારે વીજળીનો તાર તૂટીને હિરલના ઘર પર પડ્યો હતો. જેના કારણે હિરલને ગંભીર કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાને પગલે હિરલના પરિવારજનો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનામાં હિરલ બંને પગે અને જમણા હાથે ગંભીર રીતે દાઝી જવાના કારણે ડૉક્ટર દ્વારા તેનો જમણો હાથ અને બંને પગ ઢીંચણથી નીચેથી કાપવામાં આવ્યા હતા.જેના પગલે પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાની જાણ થતા તેનો મંગેતર ચિરાગ અને તેના પરિવારજનો હોસ્પિટલ પર પહોચી આવ્યા હતા. ત્યારે હિરલને મન માં એમ હતું કે, ચિરાગ તેની આ હાલત જોઈને સંબંધ તોડી નાંખશે. પરંતુ આનાથી એકદમ વિપરીત જ થયું. હિરલના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના વાયદાઓ આપતા ચિરાગે જીવનભર હિરલનો સ્વીકાર કરવાનો નિર્ણય કરીને તેની સાથે આ હાલતમાં પણ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચિરાગના પરિવારજનોએ પણ હિરલનો સ્વીકાર કર્યો હતો. આ ઘટના સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ સમાન છે.અને આ ૨૨ વર્ષ ના યુવાન ચિરાગની લોકો સમાજમાં સારો દાખલો બેસાડવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

Back to top button