GujaratNews

રાજ્ય સરકારની મહત્વની યોજના ‘વાહન અકસ્માત સારવાર યોજના’ આ યોજનામાં ઈજાગ્રસ્તોને સીધી સહાય સરકાર કરશે.

રાજ્યમાં અકસ્માતના પગલે ગુજરાત સરકારે ગયા વર્ષે એક મહત્વની યોજના લાગુ કરી હતી.આંકડા પ્રમાણે જોઈએ તો રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં 6500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો અકસ્માત ના થોડા સમય માં સારવાર મળી રહે તો ઘણા લોકોના જીવ બચી શકે છે.એટલા માટે રોડ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકારે અ મહત્વનું પગલું લીધું છે.આ અકસ્માત અંતર્ગત યોજનામાં માં સરકાર અકસ્માત પીડિત વ્યક્તિઓને સારવાર માટે સહાય કરશે.આ યોજના નું નામ  ‘વાહન અકસ્માત સારવાર યોજના’ રાખેલું છે.આ યોજા અંતર્ગત પ્રથમ ૪૮ કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે ૫૦૦૦૦ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.

વાહન અકસ્માત યોજના ના લાભ માટે સરકાર દ્રારા બેઝીક નિયમો રાખવામાં આવ્યા છે એ અંગે વાત કરીએ તો,ગુજરાત રાજ્યની હદમાં, કોઇપણ વિસ્તારમાં, કોઇપણ જાતના વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેમાં કોઈ વ્યક્તિને ઈજા થાય તો ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજ્ય સરકારની આ યોજના નો લાભ મળવા પત્ર રહેશે.અકસ્માત નો સામનો કરનાર વ્યક્તિ ગુજરાતી હોય કે બિનગુજરાતી તેમને પણ યોજના હેઠળ સારવાર મળવાપાત્ર રહેશે. મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે યોજના પ્રમાણેનો પત્ર મેળવવાનો રહેશે. જેને ક્લેઇમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે.

સરકારની આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઇજા થાય તેના પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે,કોઇપણ ગરીબ, અજાણ્યો વ્યક્તિ કે કોઇપણ વ્યક્તિને સરકારની આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.

રાજ્ય સરકારની અકસ્માત યોજના અંતર્ગત મહત્વની વાત એ છે કે કોઇપણ હોસ્પિટલે દર્દી પાસેથી પૈસા નહીં લેવાના રહે.તમને જણાવી દઈએ કે આ સારવારનો ૫૦૦૦૦ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર સીધો હોસ્પિટલને ચૂકવશે.

Back to top button