AhmedabadGujaratStory

૭૦ વર્ષના કાંતીકાકાનો વૃક્ષપ્રેમ જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ કાકા વાહ,સલામ છે તમને.

પર્યારણ એ આજન અને આવતી પેઢી માટે એક ગંભીર પ્રશ્ન છે પર્યાવરણનું જતન કરવા સરકાર પ્રોત્સાહનો આપે છે અને સતત પ્રયત્નો કરે છે એવામાં દરેક લોકોને દાખલારૂપ સાબિત થતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પર્યાવરણ પ્રેમી કાકાની ઘટના સામે આવી છે જેમની ઉંમર ૭૦ વર્ષ જેટલી છે છતાં પણ આજે પણ દરરોજ વૃક્ષોનું જતન કરે છે એમને પાણી પાઈ એમનો નિયમિતપણે કાળજી રાખે છે.આ ઘટના અમદાવાદની છે જે દરેકના મોઢે બોલાવી દે એવી છે વાહ કાકા વાહ.

તમને જણાવી દઈએ કે અમદાવાદના નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી મેલાઘેલા કપડામાં જો કોઈ ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો એ કાકા અમદાવાદના વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ છે, એમ સમજી જ લેવું. હા, ૭૦ વર્ષની ઉંમરે પણ સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને અત્યારે પણ નીકળી પડે છે. તમને જણાવી દઈએ કે તેઓ રાણીપથી માંડીને છેક ત્યાંથી ૭ થી ૮ કિલોમીટર સુધી નારણપુરા સુધી તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમની આ રોજની સવારની પ્રવૃત્તિ છે. મહત્વની વાત એ છે કે તેમણે ૭૦૦૦ જેટલા વૃક્ષો ઉછેરેલા છે.

સરકાર અને વન વિભાગ તો વન મહોત્સવ કે પર્યાવરણ દિવસે વૃક્ષો વાવીને કદાચ ભૂલી જાય છે પરંતુ આ ૭૦ વર્ષના કાંતિભાઈ તો પોતાના બાળકની જેમ છોડ રોપીને તે વૃક્ષ બને ત્યાં સુધી તેનું ધ્યાન રાખે છે.એમના માટે પર્યાવરણદિવસ રોજેરોજ હોય છે, અને આખું વર્ષ પર્યાવરણની ઉજવણી કરે છે. આ ૭૦ વર્ષના કાંતીકાકાના શ્વાચ્છોશ્વાસમાં વૃક્ષ પ્રત્યે નો પ્રેમ વસે છે. કાંતીકાકા મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામના વતની અને તેઓ વર્ષોથી અમદાવાદના રાણીપમાં સ્થાયી થયેલા છે. અહી ઉલ્લેખનીય છે કે કાંતિભાઇ શીવરામદાસ પટેલ એ  મૂળ ખેડૂતપૂત્ર છે. 

કન્તીકાકાનો નાનો દીકરો લંડન રહે છે અને મોટા દિકરાને હાર્ડવેરની એક દુકાન છે. તેઓ પાસે આર્થિક પ્રવૃત્તિ કરી શકે તેવી ક્ષમતા છે છતાં તેઓ ઉનાળો, શિયાળો કે ચોમાસુ હોય તેમનું વૃક્ષારોપણનું કામ આખું વર્ષ ચાલે છે. તમને જણાવી દઈએ કે નર્સરીમાંથી ૧૦૦ રૂપિયાથી માંડીને ૩૦૦ રૂપિયા પ્રતિ છોડ ખરીદી લાવે છે જાતે જ ખાડા ખોળે છે અને જાતે જ એ છોડ વાવે છે અને એને વૃક્ષ બનાવે છે.તમને જણાવી દઈએ કે આ ૭૦ વર્ષના કન્તીકાકાએ પોતાના ખિસ્સાના ૧.૫ લાખ રૂપિયા ખર્ચીને છેલ્લા ૯ વર્ષમાં એકલે હાથે ૨૨૦૦ વૃક્ષ ઉગાડ્યા છે. મોટા થાય ત્યાં સુધીની માવજત કરીને ઉછેર્યા છે.આ કામ માટે લોકો એમને પૈસા આપે છે પણ તે ક્યારેય લેતા નથી. પોતાના ખર્ચે જ છોડને રોપે છે અને વૃક્ષમાં પરિવર્તિત કરે છે.

આ કાકા ખાડો ખોદવા માટે કોદરી,ત્રિકમ,છોડની આજુબાજુ ઉગેલું નકામું ઘાસ દુર કરવા ખુરપી , છોડની આજુબાજુ દીવાલ કરવા સિમેન્ટ,લેલું, અને ઉધઈ ના આવે એ માટેની દવા પણ તેમની સાથે જ રાખે છે.જોકે,આ સમગ્ર દિનચર્યા માટે સરકારે તેમનું સન્માન પણ કાર્યું છે પરંતુ વૃક્ષો રોપવા માટે વન વિભાગે રોપા આપવાનું પસંદ કર્યું નથી.તમને જણાવી દઈએ કે અમદાવાદ મહાનગર પાલિકાની કોઈ મદદ તેમની મળી નથી.અહી ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકા એમને મફત છોડ આપે છોડને સાચવવા પાંજરા આપે અને પાણીની ટેન્કર સાથે એક ડ્રાઈવર આપે તો કાંતીકાકા ૧૦૦૦૦ વૃક્ષોનો ઉછેર કરવા માટે સક્ષમ છે.પરંતુ ભ્રષ્ટાચારમાં અટવાતાં અધિકારીઓ અને રાજકારણીઓને વૃક્ષ પ્રત્યે પ્રેમ નથી એવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે એમને વાવેલા આ વિસ્તારમાં લહેરાતા લીમડો, કણઝી, સપ્તપર્ણી, ગુલમહોર, બોરસલ્લી અને ફન્ટુફાર્મના જે છોડ કે ઝાડ જોવા મળે છે
તે કાંતિભાઇના સખત પરિશ્રમનું જ પરિણામ છે. ૭૦ વર્ષના કાકાના મોઢામાં દાંત પણ નથી રહ્યા છતાં તેમનો વૃક્ષ ઉછેર માટેનો જોમ અને જુસ્સો હજુય અકબંધ છે.તેમનો આ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈ લોકો એમની ખુબ જ પ્રશંસા કરે છે.

કાંતીકાકા ની આ દિનચર્યા વિષે જાણીએ તો એમને અ વૃક્ષપ્રેમ ની પ્રેરણા એક વાર્તામાંથી મળી હતી. ૯ વર્ષ પહેલા તેઓ એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતા. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેઓને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો? તે તમે આંબાનો છોડ વાવો છો. તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએે. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તો તેના ફળ ખાવા મળશે. આ વાર્તા વાંચીને તેમને લાગી આવ્યું હતું કે, જગતના નિયંતાએ આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ. કોઇકે તો શરૂઆત કરવી પડશે. તેવા વિચાર સાથે કાંતિભાઇએ આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.

અહી ઉલ્લેખનીય છે કે રાણીપમાં ૧૫૦ વરિષ્ઠ નાગરિકોની એક મંડળી બનાવી છે. જેને તેઓ સિનિયર સિટિઝન ફોરમ કહે છે. આ મંડળી પણ  વૃક્ષારોપણના કાર્યક્રમ કરે છે. ૭૦ વર્ષના કાંતીકાકા સોસાયટીઓમાં તુલસીના છોડનું પણ મફત વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ ૫૦૦ જેટલા તુલસીના છોડનું વિતરણ કરી ચૂક્યાં છે.

કાંતિભાઇ લોકોને સંદેશ આપતા કહે છે કે, જો આપણે સ્વચ્છ પર્યાવરણ- સ્વચ્છ શ્વાસ જોઇતા હશે તો આ ધરતીને વૃક્ષોનો બાગ બની રહેવા દઇએ. જો તેમ નહીં કરીએ તો તેના કપરા પરિણામ આપણે ભોગવવા પડશે. કુદરતે બનાવેલી આ ધરતીને કઠિયારા બની ઉજ્જડ કરવાનો આપણને કોઇ અધિકાર નથી.તમને જણાવી દઈએ કે કાંતિભાઇનો તો જીવનધ્યેય છે કે, ‘જીવનમાં બનો તો આ જગતના વનમાળીએ બનાવેલા બાગમાં માળી બનો પણ કદી પણ કઠિયારા ન બનો.’’ ૭૦ વર્ષના કાંતીકાકા આજની યુવાપેઢી માટે એક દાખલારૂપ સાબિત થયા છે એમની આ વાતને લોકો સુધી પહોચાડી લોકોને જાગૃત કરીએ આવનારી પેઢી સુખીથી જીવી શકશે.

Back to top button