Gujarat

બેફામ વિકાસ : નવસારીમાં ડ્ર્રાઈવરે ST બસ પ્લૅટફૉર્મ પર ચડાવી દેતા ભાગદોડ

નવસારીમાં એસટી બસ રિવર્સ લેતી વખતે બસ પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને રિવર્સમાં પ્લેટફોર્મ પર આવતી જોઈને પેસેન્જરો ખસી ગયા હતા અને જાનહાની ટળી હતી. બસ પ્લેટફોર્મ પર ચડી જતા પ્લેટફોર્મ પર નુકસાન થયું હતું.વાપીથી ઝાલોર જઈ રહેલી એસટી બસ ચીખલી ડેપો પર પહોંચી ત્યારે રિવર્સમાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવી રહી હતી. દરમિયાન ડ્ર્રાઈવરે બસને પ્લેટફોર્મ પર ચડાવી દેતા ત્યાં હાજર મુસાફરોમાં ભાગદોડ મચી હતી અને સૌ ખસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહી છે. અગાઉ નવસારી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લેતા તેમના મોત થયા હતા.તે ઘટના બાદ ફરી એકવાર બસને રિવર્સ લેતી વખાતે પ્લેટફોર્મ પર બસ ચડાવી દીધી હતી.જો કે સદનસીબે લોકો ખસી ગયા અને જાનહાની ટળી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં એસટી વિભાગની બસ અવારનવાર અકસ્માતો કરતી આવી છે. અકસ્માતો ને જોતા લાગે છે કે એસટી બસના ડ્ર્રાઈવરો બેફામ રીતે બસને ચલાવી રહ્યા છે.

Back to top button