GujaratNews

અત્યારે ભલે વાયુ નો ખતરો ટળી ગયો પણ, ૧૮મી જુન પછી બનતી સીસ્ટમ પર હવામાન વિભાગની નજર છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ,તમને જણાવી દઈએ કે વાવાઝોડું તો હજુ પણ પોરબંદરથી ૨૦૦ કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, ૪૮ કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ બાજુ ધીમીગતિએ આગળ વધશે અને ૧૭ જૂનની રાત્રિ બાદ જમીન પર આવી પહોચશે. હવામાન વિભાગ ની આગાહી મુજબ આ સમયે અંદાજે ૫૦થી૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી અહિંયા પણ વરસાદ પડતો રહેશે. આ સાથે તમને જણાવી દઈએ કે આજે રાજકોટમાં વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું છે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ ૫૦ નોટ એટલે કે ૮૦ થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અને વાવ્ધુમાં એમ પણ કહ્યું હતું કે જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. ૧૭ જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે.અહી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં ૧૨ મી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો આથી નૈઋત્યનું ચોમાસુ ૧૫ થી ૨૫ દિવસ મોડું થવાની શકયતા ઊભી થઈ હતી. હવે  હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭ મી જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયા વિસ્તારમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે ત્યારે ૧૮ મી જૂન બાદ નવી સિસ્ટમ બન્યા બાદ નૈઋત્યનું ચોમાસું આગળ વધશે.

હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ હાલના તબક્કે પોરબંદરથી ૨૦૦ કિલોમીટર સ્થિર થયેલા વાયુના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને ૧ થી ૫ ઈંચ સુધીનો વરસાદ પડતો રહેશે.વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ ગયા બાદ ચોમાસું દૂર જવાના જે ચિંતાના વાદળો ઘેરાયા છે તે પણ દૂર થશે. એટલે હવે ૧૮મી જૂન સુધીમાં શું થાય છે તેના પર હવામાન વિભાગના અધિકારીઓની નજર છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પડેલા વરસાદના કારણે તાલાલાનાં પીંખોર ગામે ખેડૂતનું વાડી વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ પહેલા એક માછીમાર ગુમ થયો હતો તમને જણાવી દઈએ કે ઉનાનાં રાજપરા ગામનો માછીમાર ૩ દિવસથી ગૂમ થયા બાદ આજે જાફરાબાદ તાલુકાના રોહિસા દરિયા કાંઠેથી આ માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી માછીમારના મૃતદેહને પીએમ માટે જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

Back to top button