News

ભારતીય ફેન્સે પાકિસ્તાનને વિડીયોથી આપ્યો મુહતોડ જવાબ, ખુબ જ વાયરલ થઇ રહયો છે એ વિડીયો

અત્યારે વર્લ્ડકપ ની જોરદાર સીજન ચાલુ રહી છે જોકે ઇંગ્લેન્ડ માં રમાનાર મેચોમાં વરસાદ નડ્યો છે પરંતુ ભારત અને પાકિસ્તાનની આવતીકાલે એટલે કે ૧૬ જુને માન્ચેસ્ટર માં રમાનાર મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા સોસીયમ મીડિયામાં બંને દેશોના સોસીયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ સાથે આમને સામને આવી ગયા હતા.ત્મ્નેવ જણાવી દઈએ કે હમણાં પાકિસ્તાનમાં આપદા વીર કમાન્ડર અભિનંદન ની મજાક બનાવતો એક વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ ભારતીય ફેંસ એ એનો મુહતોડ જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે,સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ હેર સલૂનમાં નજરે પડી રહ્યા છે.આ વિડીયોમાં પાકિસ્તાની ફેનના હાથમાં એક ગિફ્ટ છે, જે ગિફ્ટ તે ભારતીય ફેનને ફાધર્સ ડે પર આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બધામાં રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની વ્યક્તિ, ભારતીય વ્યક્તિને અબ્બૂ કહીને ગિફ્ટ આપી રહ્યો છે. એટલે ભારતીય ફેન તે ગિફ્ટ લઈ લે છે.

આ વાયરલ થયેલા વિડીયોમાં અપાયેલ તે ગિફ્ટ બોક્સમાંથી એક રૂમાલ નીકળે છે, ભારતીય ફેન તેન પૂછે છે કે રૂમાલ આપવાનું કારણ શું ? તો પાકિસ્તાની ફેન કહે છે કે, હાર્યા બાદ રૂમાસ આંસુ લુછવા અને મોઢું સંતાડવા માટે કામ લાગશે. ત્યારબાદ પાકિસ્તાની ફેન હેર ડ્રેસરને આફ્રિદીની સ્ટાઈલમાં દાઢી બનાવવા માટ કહે છે. ભારતીય ફેન ઈશારાથી હેર ડ્રેસને પાકિસ્તાની ફેનની દાઢી વિંગ કમાન્ડર અભિનંદન જેવી બનાવવા માટે કહે છે.અને પોતાના નવા લુકને જોઈને પાકિસ્તાની ફેન મોઢું સંતાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ ભારતીય ફેન તેને એ જ રૂમાલ પાછો આપીને કહે છે, આ રૂમાલ તારું મોઢું સંતાડવા માટે કામ લાગશે અને સાથે જ કહે છે કે, તમારા નસીબમાં વર્લ્ડ કપ નહીં પરંતુ અભિનંદનનો ચાનો કપ જ છે.અને આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Back to top button