AhmedabadGujaratNews

વસ્ત્રાલ SP રિંગરોડ પર ટ્રકની અડફેટે સાઈકલ સવાર વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: SP  રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે ટ્રકે એક સાયકલસવાર વિદ્યાર્થીને અડફેટે લીધી હતી. ટ્રકચાલકે સાઈકલ પર જતી વિદ્યાર્થિનીને ટક્કર મારતા તે નીચે પટકાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.મળતી માહિતી મુજબ વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો.

વહેલી સવારે થયેલા અકસ્માત બાદ રોડ પર સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. લોકોએ રોડ પર ચક્કાજાન કરી એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો હતો. લોકોના જણાવ્યા અનુસાર અવાર-નવાર અહિંયા અકસ્માત થતા હોય છે અને લોકોના મોત થાય છે. અકસ્માત ન થાય તે માટે રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ તેની સ્થાનિકોએ માંગ કરી હતી.બાદમાં પોલીસ ઘટના સ્થળ પર પહોચતા ટ્રાફિક જામ દૂર કર્યો હતો અને સ્થિતિ કાબુમાં કરી હતી.

Back to top button