News

સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયુ વાવાઝોડું “વાયુ” હવે કચ્છમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહેલા વાયુ વાવાઝોડા નું સંકટ હતું પરંતુ ઓમાન તરફ ફંટાઈ જત્ય હવે ગુજરાતને કોઈ સંકટ નથી એવું હવામાન વિભાગ હમણાં સુધી બતાવી રહ્યું હતું પરંતુ,ફરીથી વાયુનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વાયુ વાવઝોડું ફરીથી કચ્છ તરફ ફંટાઈ શકે છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,વાયુ વાવાઝોડું અત્યારે પોરબંદરથી ૨૬૦ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમે છે. આ વાવાઝોડું હવે ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આ વાવાઝોડું ૧૭ અને ૧૮ તારીખે કચ્છમાં પહોંચશે. જેના કારણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. અત્યારે તે પોરબંદરથી ૨૬૦ કિલોમીટર દૂર છે અને તે જ્યારે કચ્છમાં પહોંચશે ત્યારે તેની સ્પીડ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે.અને ફાયનલી ૧૮મી જુને વાયુની અસરના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

કચ્છમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે તંત્ર સતર્ક થઇ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની સુચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ના ફેલાવવા અંગે પણ ચેતવણીઓ આપી દેવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાયુના કારણે થયેલો વરસાદ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના કેટલાક ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.આ વરસાદના કારણે ઘણા ખેડૂતો વાવણી કરી શક્યા છે. તો હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા વાયુના કારણે આગામી ૧૮ તારીખે કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button