India

ડૉક્ટરોની માગણીઓ સાથે સહમત થયા CM મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળ પર ગયેલા ડૉક્ટરોની તમામ માગણી સાથે સહમતી બતાવી છે અને ડૉક્ટરોને કામ શરૂ કરવાની અપીલ કરી છે. હિંસાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ જણાવીને કહ્યું કે આ મુદ્દે જલદી સમાધાન લાવવામાં આવશે. મમતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ડૉક્ટરો સાથે થયેલી મારપીટ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર આ ઘટનાનો ઉકેલ લાવવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે. અમે ડૉક્ટરો સાથે વાત કરવાના પ્રયાસો કર્યા પણ ડૉક્ટરો બેઠકમાં આવ્યા નહીં. હડતાળના કારણે ગરીબોનો ઈલાજ થઈ રહ્યો નથી.

મમતા બેનરજીએ કહ્યું કે અમે ડૉક્ટરોની તમામ માગણીઓ માની લીધી છે. એક પણ વ્યક્તિની ધરપકડ કરી નથી અને અમે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ નહીં કરીએ.  ડૉક્ટરોને રાજ્ય સચિવાલયમાં મુલાકાત માટે બોલાવ્યા હતા પણ ડૉક્ટરોએ મમતા બેનરજીના આમંત્રણનો અસ્વીકાર કર્યો.

Back to top button