News

આ વખતે ચોમાસુ મોડુ અને નબળુ હોવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ,

દરવખત કરતા આ વખતે ભારતમાં ચોમાસું મોડું પડ્યું છે અને આ વખતે ચોમાસું મોડું પડતાં ખેડૂતોમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. તમને જણાવી દઈએ કે આમ તો દેશના ઘણા ભાગોમાં થોડા વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે, પરંતુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ઘણા ભાગોમાં હજી બાકી છે. જૂનના પહેલા ૯ દિવસમાં સામાન્ય રીતે પડવો જોઈએ તેના કરતાં ૪૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અને આ વખતે ચોમાસું થોડું મોડું નોધાયું છે.

આ વખતે થનાર નબળા ચોમાસાને કારણે ખરીફ ખેત ઉત્પાદન નબળું પડી શકે છે એવું એક્સપર્ટ નું કહેવું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું કે ચોમાસાને રસ્તામાંથી આંતરી લેવાનું કામ અચાનક ઉદ્ભવેલા સાઈકલોન વાયુએ કર્યું છે.હવામાન વિભાગના અધિકારીઓએ વધુમાં કહ્યું છે કે ચોમાસુ સામાન્ય રીતે આગળ વધી રહ્યું હતું એવામાં આવેલા આ વાવાઝોડાએ ચોમાસાની ઘણી શક્તિ પોતાના તરફ ખેંચી લીધી છે. જેના લીધે ચોમાસું નબળું પડવાનું છે.

ચોમાસાની પીછેહટના કારણે વાવેતર પર માઠી અસર થઈ છે.સામાન્ય રીતે અત્યાર સુધીમાં જેટલું ખરીફ વાવેતર થવું જોઈએ તેના કરતાં ૯ ટકા ઓછું ખરીફ વાવેતર આ વખતે થયું છે. ૧૪મી જુન સુધીમાં ખરીફ વાવેતર ૮૨.૨ લાખ હેક્ટર નોંધાયુ છે, જે ગત વર્ષ કરતાં ઓછુ છે. ઓછા વરસાદને કારણે ગુજરાતમાં મગફળી, મહારાષ્ટ્રમાં કપાસ-સોયાબીન, કર્ણાટકમાં મકાઈ વગેરેનું વાવેતરને અસર થઇ છે.  સામાન્ય રીતે દેશમાં જૂનના પહેલા પખવાડિયામાં ૩૨.૪ મિલિમિટર વરસાદ પડતો હોય છે. તેના બદલે આ વખતે ૧૭.૭ મિલિમિટર જ પડયો છે. એટલે કે અડધો જ વરસાદ પડયો છે. અને ચોમાસું પાછુ ઠેલાયું છે.

Back to top button