Story

દેશ માટે શહીદ થનાર જવાનની બહેનના લગ્નમાં ૧૦૦ જવાનોએ હાજર રહી ભાઈ ની કમી પૂરી કરી,પિતાએ દુખ સાથે આનંદ વ્યક્ત કર્યો

દેશમાટે પોતે જાન આપનાર અને શહીદ થઇ જનાર વીર ભારીની બહેન ના લગન માં બહેન ને તેના ભાઈની કમી ના અનુભવાય એટલે માટે વીર જવાનના સાથી મિત્રોએ ભાઈ તરીકેની ખોટ પૂરી કરતા પોતે ભાઈની રસમો નિભાવી હતી. અહી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહારમાં એક લાગણીસભર રીતે કન્યા વિદાઈ થઈ હતી.  બિહારના શહીદ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેન શશિકલાના લગ્ન હતા જેમાં તમને જણાવી દઈએ કે લગ્નમાં ઈન્ડિયન એર ફોર્સના સો જેટલા ગરૂડ કમાન્ડો હાજર રહ્યા હતા. અને આ ગરૂડ કમાન્ડોઝે ગામની પરંપરા મુજબ શહીદની બહેનને જમીન પર હથેળીઓ મૂકીને બહેનને એ હથેળીઓ પર ચલાવી અને તેને લગ્નમંડપ સુધી લઈ ગયા હતા.

શહીદ ભાઈ જ્યોતિ પ્રકાશ નિરાલાની આ બહેન શશીકલાની આવી વિદાઈથી લગ્નમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો લાગણીથી ભીની થઈ ગઈ હતી. તો શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાના પિતાએ અંદરથી આનંદ વ્યક્ત કર્યો હતો કે એરફોર્સના જવાનોએ શહીદ દીકરાની કમી મહેસૂસ થવા દીધી નહોતી.

અહી ઉલ્લેખનીય છે કે ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલા બાંદીપુરામાં થયેલી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા અને આતંકીઓના હાથે દેશ માટે શહીદ થઇ ગયા હતા.આની સાથોસાથ એ ધિંગાણા વખતે તેમણે તેમના સાથી ઘાયલ જવાનોની પણ જ્યોતિ પ્રકાશ નિરાલાએ મદદ કરી હતી જોકે કમનસીબે એ મુઠભેડમાં જ્યોતિ પ્રકાશ નિરાલા શહીદ થયા હતા. તેમની બહાદૂરીને ધ્યાનમાં રાખીને તેમણે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યોતિ પ્રકાશ નિરાલાને મરોણત્તર અશોકચક્ર એનાયત કર્યું હતું.

Back to top button