BjpGujarat

જીતું વાઘાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સન્માન સમારંભ દરમિયાન બોલવામાં ભાંગળો વાટ્યો,

અત્યારે ગુજરાતમાં હમણાં હમણાં વાવાઝોડા વાયુનું સંકટ ટળ્યું છે પણ હવામાન વિભાગ દ્રારા કચ્છ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ થવાની આગાહી કરવાંમાં આવી છે.મીડિયા સતત લોકોને વરસાદી વાતાવરણની માહિતી આપતી હોય છે અને ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડા વખતે ગુજરાતના મીડિયાએ પ્રજાને સલામત સ્થળે જતા રહેવાની આપેલી ચેતવણી અને મદદ અપીલ કરી હતી અને આને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં પત્રકારોની આ ભુમિકાની કદર કરી તેમનો આભાર પણ માન્યો હતો,પરંતુ આ જ ઘટનાને હજી માંડ ચોવીસ પણ નથી થયા એવામાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના માટે યોજવામાં આવેલા સન્માન સમારંભમાં ટીવીના પત્રકારોને ભુંગાળાવાળા કહ્યા હતા.

અહી ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો જીતી જતા ભાવનગરના વેપારીઓ દ્વારા નાગરિક સમિતિ બનાવી જીતુ વાઘાણીના સન્માન સમારંભ નું આયુજન કરવામાં આવ્યુ હતું. તમને જણાવી દઈએ કે આ સન્માન સમારંભમાં વાઘાણી ફરી પ્રમાણભાન ભુલ્યા હતા અને મંચ ઉપર બોલતા ટીવીના પત્રકારો માટે કહ્યું હતું કે, ચૂંટણી વખતે નકારાત્મક વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. એમણે મીડિયા વરને ઉલ્લેખીને કહ્યું હતું કે ચેનલો વાળા ભુંગળા લઈ દોડાદોડી કરતા હતા. નારાજ વેપારી અને નારાજ ખેડૂતો બતાડતા હતા, પણ પરિણામ શું આવ્યું તે તમારી નજર સામે છે. અમે સકારાત્મક વાતોમાં માની છીએ અને એટલે ગુજરાત અને દેશની જનતાએ અમને મત આપ્યો છે.એવું પણ જીતું વાઘાણીએ કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે જીતુ વાઘાણનો મીડિયા વિરુદ્ધ આ વાણી વિલાસ સાંભળી સમારંભમાં હાજર શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ પણ ભાન ભુલ્યા અને તેમણે કહ્યું અમે પાંચ મહિનાની અંદર બંગાળને ગુજરાત બનાવી દઈશું અને દેશને એક કરવાની વાત કરવાને બદલે ચુડાસમાંએ બંગાળને ગુજરાત બનાવી દેવાની વાત કરી દીધી હતી. અહી ઉલ્લેખનિય છે કે, ભાજપના નેતાની અસહિષ્ણુતાનું આ એક ઉદાહરણ છે. ભાજપના નેતાઓને પસંદ વાતો જ્યાં સુધી મીડિયા બતાડે ત્યારે તેમને વાંધો આવતો નથી, પરંતુ જ્યારે વિરોધ પક્ષ અથવા પ્રજાની વાત કરે ત્યારે એમની પેટમાં ગરમ તેલ રેડાતું હોય એમ આ મીડિયાવાળા ભુંગળાવાળા બની જાય છે.

તમને જણાવી દઈએ કે જીતુભાઈ વાઘાણીએ જયારે આ વાણીવિલાસ કર્યો ત્યારે એમના ફેસબુક પેજ પર પણ લાઈવ હતું. વાઘાણી મીડિયાવાળા માટે જે બોલ્યા તે તેમના ફેસબુક પેજ ઉપર પણ જોઈ શકાય છે.

Back to top button