CongressGujaratHardik Patel

સુરતના પાટીદારોનો આક્રોશ: હાર્દિક સુરતમાં આવીશ તો સાફ કરી નાખીશું, પત્ર વાઇરલ

હાર્દિક પટેલ પાટીદાર અનામત  આંદોલનનો નેતા હતો ત્યારે તેને સૌથી વધુ સમર્થન સુરતના પાટીદાર આંદોલનકારીઓનું મળતું હતું। સુરતના પાટીદારોએ હંમેશા હાર્દિક પટેલનો સાથ આપ્યો હતો.હાર્દિક જયારે જેલમાં હતો ત્યારે સુરતના પાટીદારો એ અનેક સભાઓ,રેલીઓ કરીને સરકાર પર દબાણ લાવવા પ્રયાસો કર્યા હતા.પરંતુ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો ત્યારથી તેની  નિયત બદલી ગઈ છે. આજે સુરતનો આંદોલનકારી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરતમાં ફરકતો પણ નથી જેથી પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના નિસ્વાર્થ આંદોલનકારીએ હાર્દિકને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે.હાલ તો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં હવે એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ એવું પત્રમાં કહેવામાં આવ્યું છે.સુરતના યુવકોમાં હાર્દિક પ્રત્યે રોષ વધી ગયો છે. વાયરલ પત્રને લઇ અનેક ચર્ચાઓ જાગી છે. લોકસભાની ચૂંટણી વખતે તેમને થપ્પડ પણ મારવામાં આવી હતી તો જ્યારે સુરતના ટ્યુશન ક્લાસિસમા આગની ઘટના બની ત્યારે હાર્દિક પટેલ ત્યાં આવ્યો હતો ત્યારે પણ પાટીદાર યુવકે તેનો કાંઠલો પકડીને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. જો કે પત્ર વાઇરલ થયા બાદ હાર્દિકે તેના ફેસબુક પેજ પર પોતાના  બચાવમાં એક પોસ્ટ કરી હતી પણ એ પોસ્ટના જવાબમાં ફરી પાટીદારોએ એ પત્ર વાઇરલ કર્યો અને હાર્દિકને રીતસરનો ઉધડો લીધો હતો.

વાઇરલ થયેલ પત્રમાં પાટીદારે લખ્યું છે કે, હાર્દિક તારી આ પોસ્ટ જોઈને પહેલા તો હું આશ્રયચકિત થઇ ગયો કે એવું તો શું થયું કે તેને પોસ્ટ મુકવી પડી ? કારણ એ નહીં કહે પણ હું જરૂર કહીશ અલ્પેશભાઈ ના મુદ્દે આટલા દિવસ મૌન રહ્યો અને હવે સમાજ માંથી અવાજ ઉભો થયો સાથી આંદોલનકારી ની રાહ જોવાની શક્તિ પૂર્ણ થઈ અને જવાબ માંગ્યો તો હવે એવું કહી દીધું કે અલ્પેશના નામે સમાજમાં ભાગલા પડાવનાર લેભાગુ તત્વો..

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ એટલું સમજી જાય કે આ એ જ યુવાનો છે જેણે તારા 9 મહિનાની જેલની સજા કરતા વધારે દુઃખ સહન કર્યા છે પોતાના પરિવાર થી અળગા થઈ નોકરી કરવાની ઉંમરે 10 કરતા વધારે કેસ માથે લઈને કોર્ટ ના ધક્કા ખાય છે તારું તો અસ્તવિત્વ બની જ રહેવાનું છે પણ આ આંદોલનકારીનું શુ જે નીસ્વાર્થ ભાવે લડ્યા?

તે સવાલ કર્યો કે કોર્ટ સામે આંદોલન કરવાથી અલ્પેશ છૂટી જશે તો એનો જવાબ: જ્યારે તું જેલ માં હતો ત્યારે અમે અમેરિકા માં આંદોલન કરતા હતા તને છોડાવવા? જેલભરો આંદોલન કર્યું , લાપસી કરી,ન જાણે કેટલા અગણિત કાર્યક્રમ કર્યા પણ નેતા પછી તારી સમજણશક્તિ કામ ન આપતી હોય તો હું કહું કે આંદોલન કોર્ટ સામે ન હોઈ સરકાર સામે હોઈ સરકાર દબાણ માં આવે એટલે ખોટા કેસ માં છોડવા પડે બરાબર આ કોર્ટ સામે આંદોલન આ કહી પોતાની ફરજ માંથી છટકવાની કોશિશ ન કરવી.

જો હજુ મૌન તોડી કાઈ ન કર્યું તો આવનારા દિવસો માં આજ આંદોલનકારી તારાથી દૂર થશે અને તેના આક્રોશ નો સામનો નહીં કરી શકે કારણ 2 સવાલ કર્યા ત્યાં તે અમને લેભાગુ ,ભાગલા પડાવનાર કહી દીધા.પણ ભાઈ અત્યાર સુધી મૌન હતા કેમ કે સમાજ માં ખોટો મેસેજ ન જાય પણ હવે સહનશક્તિ નથી રહી 4 મહિના ગયા પણ તમારી ચૂંટણી પુરી ન થઈ.સમાજ ખુબજ વિશાળ અને સમજદાર છે જો સમાજ માં હજુ એજ અવાજ અને વ્યક્તિત્વથી રહેવું હોય તો આગળ આવ.આ શબ્દો થી દુઃખ લાગ્યું હોઈ તો આત્મમંથન કરજે જવાબ જરૂર મળશે. અલ્પેશ કથીરિયા 4 મહિના કરતા વધારે સમય થી જેલ માં બંધ છે અને કોઈ આગળ ન આવતા દુઃખી અને ચિંતિત એક કર્મનિષ્ઠ આંદોલનકારી. જય સરદાર.

Back to top button