Story

tik tok પાછળ પાગલ આ યુવતીએ tik tok પર લાઈવ વિડીયો બનાવી જીવન ટુંકાવ્યું,

આજકાલ લોકો ફેમસ થવા અને મનોરંજન માટે ટિકટોક નો ભરપુર ઉપયોગ કરે છે. ઘણા લોકો એની પાછળ દિવસ રાત સમય વેડફી નાખતા હોય છે જેના પગલે લોકો સાથેના સબંધો નિભાવવામાં ઉણા ઉતરે છે અને ભારે નુકસાન એમને ભોગવવું પડતું હોય છે.અહી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ ટિકટોક ભારતમાં પ્રતિબંદ હેઠળ હતું પરંતુ થોડા સમયમાં જ એના પરનો પ્રતિબંધ હટતા યુઝર્સમાં આનંદની લાગણી છવાઈ હતી.

જો તમે પણ ટિકટોક માં વીડિયો બનાવવાના શોખીન હોવ તો તમે ચેતી જજો કારણ કે, તમિલનાડુની એક પરિણીતાને ટિકટોક  માં વીડિયો બનાવવો ખુબ જ ભારે પડ્યો છે.ટિકટોક ના કારણે કોઈક નો જીવ ગયો હોય એવી ઘટના સામે આવી છે.તમને જણાવી દઈએ કે ટિકટોક પર વિડીયો બનાવવાની પત્નીની આદતના કારણે પતિ સાથે અવાર નવાર તકરાર થતી હતી. જેના કારણે મહિલાએ અંતે કંટાળીને ઝેર પીને આપઘાત કરી લીધો.

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના પેરામ્બલુરનાં અરિયાલુરમાં એક પરિણીતા પોતાના પતિ સાથે રહેતી હતી.આ મહિલાને બે પુત્રો હતા.આ મહિલા tik tok પાછળ ગાંડી હતી એને વિડીયો બનાવવાનો ખુબ જ શોખ હતો. આ પરિણીતાના બે પુત્રો હતા. પરિણીતાની આ ટેવ તેના પતિને પસંદ ન હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. પતિએ ઘણીવાર પત્નીને TIK TOKમાં વીડિયો બનાવાની ના પાડી, પણ પત્ની પતિનું કહેવું માનતી ન હતી અને તેણે TIK TOKમાં વીડિયો બનવવાનું ચાલુ રાખ્યું.  વીડિયો બનાવવાની ટેવના કારણે પતિ-પત્ની વચ્ચે કંકાસમાં વધારો થયો હતો.કંકાસથી કંટાળેલી પરિણીતાએ TIK TOKમાં લાઈવ વીડિયો કર્યો અને ત્યારબાદ ઝેરી દવા પી લીધી. આમ TIK TOKના કારણે પરિણીતાએ જીવ ગુમાવ્યો અને બે બાળકોએ માતાની મમતા ગુમાવી હતી.

Back to top button