Gujarat

અલ્પેશઠાકોરની ઠાકોરસેનામાં ભંગાણ,આ જવાબદાર વ્યક્તિએ સેનામાંથી રાજીનામું આપીને સમાજ માટે બનાવ્યું સંગઠન

દારૂબંધી જેવા મુદ્દાથી લોકો વચ્ચે જાણીતા થયેલા અલ્પેશ ઠાકોરની ઠાકોરસેના મહેસાણા બે ફાંટા પડ્યા છે.તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરના સાથી અને મહેસાણા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર તેમના ઘણા ટેકેદારોએ ઠાકોર સેનામાંથી રાજીનામાં આપી દીધા છે. ઠાકોર સેનાના જ કાર્યકર્તાઓએ  અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાના આક્ષેપો કાર્ય હતા.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગઈ કાલે મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપી દીધા હતા અને તમને જણાવી દઈએ કે રાજીનામાં આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન પણ ઉભું કર્યું છે. આ સંગઠનના પ્રમુખ પદ પર રામજી ઠાકોર રહ્યા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે અને ઠાકોર સમાજના હિતની વાત કરવી એ આ સંગઠન નો મુખ્ય ઉદ્દેશ હશે એવું એમને કહ્યું હતું.

અહી ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર જયારે કોંગ્રેસમાં રહીને ઠાકોર સેનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા એ સમયે તેઓએ વિધાનસભાની ચૂંટણી સમયે ખેરાલુ બેઠક પરથી રામજી ઠાકોરને ટિકિટ અપાવી હતી. પરંતુ તેમની હાર થઇ ગઈ હતી. કોંગ્રેસના આ ઉમેદવાર અપક્ષના ઉમેદવાર પછી ત્રીજા ક્રમ પર રહ્યા હતા. ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીનો પાટણ લોકસભા બેઠક પરથી વિજય થયો છે તેથી ખેરાલુ વિધાનસભાની બેઠક ખાલી થશે અને આ બેઠક પર ફરીથી પેટા ચૂંટણી યોજાશે.

તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી સમયે જ અલ્પેશ ઠાકોરે કોંગેસ સાથે છોડો ફાડી નાખ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની સામે પ્રચાર પણ કર્યો હતો. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી ઠાકોરસેનામાં પણ ઘણી જગ્યા પર વિવાદ થયો છે અને ઘણી જગ્યા પરથી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ રાજીનામાંઓ આપી રહ્યા છે. ત્યારે ફરીવાર થાકોરસેનામાં રાજીનામાં આપવાનો દોર શરુ થયો છે અને નવું સંગઠન બન્યું છે તો હવે આવનારા દિવસોમાં એ જોવાનું રહ્યું કે આ સંગઠન એ સમાજ માટે કામ કરશે કે કોઈ રાજકીય પાર્ટી માટે.

Back to top button