Gujarat

વડોદરા નો દુખદ કિસ્સો,યુવાને ગીત ગાયુ અને ૩ કલાકમાં એણે દુનિયા છોડી દીધી

હમણાં બે-ત્રણ દિવસ પહેલા વડોદરાના ડભોઈમાં ખાળકૂવા સફાઈ દરમિયાન સાત લોકોના દુખદ મોત થઇ ગયા છે. આ મોત એમાંથી આવતી દુર્ગંધના લીધે થયા છે એવી પ્રાથમિક માહિતી તપાસ દરમિયાન મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ જ ઘટનામાં મૃત્યુ પામનાર એક યુવાન કે જે પોતાની એક યાદગીરી છોડતો ગયો છે.મોતને ભેટ્યા ના ત્રણ કલાક પહેલા જ એક ગયું હતું અને પછી એને દુનિયાને કાયમને માટે વિદાય આપી દીધી હતી.

વડોદરા ના ડભોઈમાં દર્શન હોટલમાં ખાળકૂવાની ઘટનામાં મૃત્યુ પામેલા મહેશ સોલંકી નામના યુવાને એ મોતના ત્રણ કલાક પહેલા જ હિંદી ફિલ્મનું એક ગીત ગાયુ હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયું હતુ. મહેશ દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ કરવા માટે ઉતર્યો હતો. અને મોતને ભેટ્યો હતો.એની સાથે બીજા છ લોકો પણ મોત ને ભેટ્યા હતા જે ખરેખર દુખદ ઘટના બની હતી. તે જ દિવસે તેણે જે ગીત ગાયુ હતું તેના શબ્દો હતા હમ તો ઐસે સફર પે ચલે. જીસ કી કોઈ મંઝીલ નહીં. આ ગીતના શબ્દો મુજબ મહેશના અંતિમ શબ્દો બની ગયા હતા. અને આ શબ્દો સાથેનો વીડિયો તેના પરિવારજનો માટે અંતિમ યાદ બની ગયો છે.

Back to top button