AhmedabadGujarat

અમદાવાદને ‘વાયુ’ની ગિફ્ટઃ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળોથી શહેર ધેરાયું

અમદાવાદ:  વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઘટી છે.  ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

જવાહર ચોક પાસે એક મોટું ઝાડ ભારે પવનને પગલે પડી ગયું હતું. રાહદારીઓ તેમજ વાહનચાલકોનોને સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી. ગુજરાતના દરિયામાં રહેલું વાવાઝોડું વાયુએ ધાર્યા જેટલું નુકસાન નથી કર્યું અને હવે તેણે સોમવારથી વાવાઝોડામાંથી હવાના દબાણનું સ્વરુપ ધારણ કરી લીધું છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો સાથે અમદાવાદમાં પણ હળવોથી મધ્યમવરસાદ લાવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 35.8 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું.જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અમાદવાદમાં 18.72mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે. શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 20mm વરસાદ પડ્યો છે જ્યારે શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં 18mm જેટલો વરસાદ પડ્યો છે. વરસાદી સીઝનની શરુઆત સાથે જ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝાડના પડવાની ફરિયાદો પણ કોર્પોરેશન વિભાગને મળી છે.

Back to top button