Gujarat

‘વાયુ’ વાવાઝોડું કચ્છથી 135 કિમી દૂર,કચ્છ સહીત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વાયુ વાવાઝોડું પોરબંદર સહિતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું પરંતુ અચાનક તેણે દિશા બદલી હતી અને ઓમાન તરફ ફંટાયું હતું. ત્યારબાદ ફરી દિશા બદલી કચ્છ તરફ આવે છે પરંતુ તેની તીવ્રતા સાવ ઘટી ગઈ છે.કચ્છ તરફ આવતું વાયુ વાવાઝોડું ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણમાં ફેરવાયું છે. સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ તૈનાત કરાઈ છે.

વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું હતું. પરંતુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતાં ભારે વરસાદની ઘાત હળવી થઇ હોય તેમ ઝરમરીયા વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે અમદાવાદ સહીત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મંગળવારે કચ્છના દરિયાકાંઠે ટકરાતાં ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Back to top button