BjpIndia

ઓવૈસી સંસદમાં ઉભા થતા જ ભાજપના સાંસદોએ લગાવ્યા જય શ્રીરામના નારા, પછી ઓવૈસીએ એવો જવાબ આપ્યો કે…

AIMIM ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આજે સાંસદ પદના શપથ લીધા હતા. ઓવૈસી શપથ ગ્રહણ માટે ઉભા થયા તો કેટલાક સાંસદોએ જય શ્રીરામ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ભાજપના સાંસદોને જય શ્રીરામના નારા લગાવતા જોઈ ઓવૈસીએ હાથથી ઈશારો કરી હજુ લગાવો એમ કહ્યું હતું.

સાંસદોને શપથ લેવડાવાઈ રહ્યા છે ત્યારે  ઓવૈસી જેવા આજે શપથ લેવા ઉભા થયા કે ભાજપના સાંસદોએ જય શ્રીરામના નારા લગાવાનું શરુ કરી દીધું હતું.  આ ઘટનાને ઓવૈસીએ હળવાશથી લીધી હતી, અને સાંસસનો માહોલ પણ હળવો કરી દીધો હતો. હૈદરાબાદના સાંસદ ઓવૈસીને જ્યારે આ ઘટના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે ભાજપના સાંસદોને મને જોઈને શ્રીરામની યાદ આવે છે.

આવું હોય તો સારી વાત છે મને કશોય વાંધો નથી. પરંતુ અફસોસ એ વાતનો છે કે બિહારમાં મોતને ભેટેલા બાળકોની યાદ તેમને નથી આવતી.ઓવૈસી હૈદરાબાદથી સતત ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે ઉર્દુમાં શપથ લીધા હતા. શપથ પછી તેમણે જય ભીમ, અલ્લાહ-હૂ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

કેટલાક સાંસદોએ આ વખતે અલગ જ અંદાજમાં શપથ લીધા. ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શપથ ગ્રહણ બાદ ભારત માતા કી જયનો નારો લગાવ્યો, તો પંજાબથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને ઈંકલાબ જિંદાબાદનો નારો લગાવ્યો.  ડૉ. હર્ષવર્ધને સંસ્કૃતમાં શપથ લીધા। કોંગ્રેસના સાંસદ સુરેશે હિંદીમાં શપથ લઈને સૌને ચોંકાવ્યા હતા.

Back to top button