News

ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિરુદ્ધ પોતાના જ ભાગીયાની પત્ની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોધાઇ,વાંચો સમગ્ર ઘટનાક્રમ

ગુજરાતની ભારતીય જનતા પાર્ટી નારી સશક્તિકરણની વાતો તો ખુબ કરે છે પણ ભૂતકાળમાં પાર્ટીના જ નેતાઓ દ્રારા મહિલાઓ વિરુદ્ધ  ફરિયાદો નોધાયેલી ઘટનાઓ સામે આવી છે. અને એવી જ એક ઘટના સાબરકાંઠા જીલ્લામાંથી સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલના ખેતરમાંકામ કરતા ભાગીયા (ભાગીદાર) ની પત્ની પર દુષ્કર્મ આચરવાનો એક સનસનીખેજ આક્ષેપ લાગ્યો છે. આ સમગ્ર ઘટના ને લઇ ને તલોદ પોલીસે સંજય પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેને લઈને  જીલ્લા ભાજપના રાજકારણમાં હડકંપ મચ્યો છે.

અહી ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા યુવા ભાજપ મોરચાના મહામંત્રી અને તલોદ તાલુકાના ગંભીરપુરા ગામના વતની સંજય રણછોડભાઈ પટેલે તેની ૧૫ વીઘા જમીન ભાગે રાખી ખેતમજૂરી કરનાર ભાગીયાની ને આપી હતી.પત્ની સાથે ગત ૫ જૂન ૨૦૧૯ ના રોજ ભાગિયો તેના છોકરાને સાયકલ લઈ આપવા બજારમાં જતા ખેતમજૂરની પત્ની ખેતરમાં પાણી વાળતી હતી એ વખતે સાંજના સુમારે ખેતરના માલિક સંજય પટેલે ખેતરમાં પહોંચી મહિલાને બાજુના ખેતરમાં ડ્રિપની પાઈપો અલગ પાડવાનું કહી બાજુના ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં લઇ જઈ મહિલાને ઓરડી ખોલવાનું કહ્યું હતું અને મહિલાએ ઓરડી ખોલતા કામુક બનેલા સંજયે ઓરડીમાં મહિલા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી ત્યાંથી ભાગી ગયો હતો જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટનાની જાન મહિલાએ તેના પતિને કરી હતી તો એનો પતિ પણ ખેતર માલિકની આ હરકત થી ડઘાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે ભારે મથામણ પછી દુષ્કર્મની ઘટનાના ૧૩ દિવસ પછી તલોદ પોલીસ સ્ટેશને મહિલાએ તેના પતિ સાથે પહોંચી ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સંજય રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૭૬,૩૨૩ અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલસે આ ઘટનામાં યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની વાત કરી હતી.

પરંતુ અહી ખેતમજૂરની પત્ની પર સંજય પટેલે દુષ્કર્મ આચર્યા ના ૧૩ દિવસ પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા અનેક તર્ક-વિતર્ક પણ સર્જાયા છે.

Back to top button