Gujarat

હાર્દિક પટેલ મુદ્દે અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે,જુઓ શું કહ્યું અલ્પેશ કથીરિયાએ

લાંબા સમયથી રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને મંગળવારે કાયદાકીય પ્રક્રિયા માટે સુરત કોર્ટ લાવવામાં આવ્યો હતો એ વખતે મીડિયા દ્રારા અલ્પેશ કથીરિયાને પ્રશ્નો પૂછવાના પ્રયત્નો થયા હતા એમાં અલ્પેશ કથીરિયાએ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી છે.

મીડીયાએ અલ્પેશ કથીરિયાને પૂછ્યું હતું કે હાર્દિક જ્યારથી કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી અલ્પેશના સમર્થકો દ્રારા હાર્દિકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ અંગે તમે સુ કહેશો તો એનો જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે જે હશે એ અમે બેસીને સમાધાન લાવી દેશું. અલ્પેશ કથીરિયાને જયારે કોર્ટની બહાર લાવવામાં આવી રહ્યો હતો એ વખતે અલ્પેશે આ વાત મીડિયા સમક્ષ કરી છે જે કઈ પણ હશે બેસીને અંદરો અંદર સમાધાન કરવાની વાત અલ્પેશ કથીરિયાએ કરી છે.

અલ્પેશ કથીરિયાને હર્દીકનો વિરોધ છે કે કેમ એ અંગે મીડીયાએ પૂછતાં અલ્પેશે જવાબ આપ્યો હતો કે મારે હાર્દિક સાથે કોઈ જાતનો વિરોધ નથી. અમરે જે કઈ હશે એ અમે બેસીને અંદરો અંદર સમાધાન કરી લેશું એવી વાત અલ્પેશ કથીરિયાએ કરી છે.

Back to top button