AhmedabadCrimeGujarat

અમદાવાદ: અડધી રાત્રે ગર્લ્સ PGમાં ઘૂસીને હસ્તમૈથુન કરનારો શખ્સ CCTVમાં કેદ, આરોપીની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ:  છોકરીઓની છેડતી કરનારા પાર્શ્વ શાહને પોલીસે ઝડપી પડ્યા પછી એક નવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક ગર્લ્સના PGમાં ઘૂસીને ખરાબ કામ કરી રહ્યો છે જે ઝડપાઈ ગયું છે. સીજી રોડ પર આવેલા PGમાં યુવકના ખરાબ કામ CCTVમાં કેદ થઈ ગયા છે. યુવક PGમાં ઘૂસીને યુવતીનું શોષણ કરે છે, હસ્થમૈથુન કરે છે અને આરામથી બાઈક લઈને ફરાર થઈ જાય છે. છેડતીની ઘટનાને લઈને લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે,  આ ઘટના બાદ મહિલા આયોગે કમિશનર પાસે આ બનાવ અંગેનો રિપોર્ટ માગ્યો છે.

આરોપી  14 જૂને રાત્રે 12-50 વાગ્યે PGમાં ધાબા પરથી ઘૂસે છે. આ શખસ ત્રીજા માળ પર પહોંચીને દરવાજો ખોલે છે. તેણે ચેક કર્યું કે કોઈ તેને જોતું તો નથીને, પછી તેણે ઊંઘતી યુવતીને વાંધાજનક અડપલા કર્યા.તેણે જોયું કે યુવતી ઊંઘમાં છે અને જાગશે નહીં, તો તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને આ પછી ખરાબ રીતે અડપલા કરવા લાગ્યો.દરવાજો બંધ કર્યા પછી તેણે ઊંઘી રહેલી યુવતી સામે જ હસ્તમૈથુન કરવાનું શરુ કરી દીધું.

તે 12:53 વાગ્યે રૂમની બહાર ગયો. હવે તેને પકડાઈ જવાનો કોઈ ડર નહોતો.તે અન્ય છોકરીઓના રૂમ સુધી પણ પહોંચી ગયો.જ્યારે યુવકે અન્ય છોકરીઓના રૂમમાં જવાની કોશિશ કરી ત્યારે કેટલીક જાગી રહેલી છોકરીઓએ તેને જોઈને તેની પાછળ દોડી. પછી પકડાઈ જવાની બીકે યુવક રૂમમાંથી નાસી ગયો.

છેડતી કેસમાં પીડિતાએ આખરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિકૃત યુવકની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ પીડિતાને સ્થળ પર લઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કમલનયન એપાર્ટમેન્ટના પીજી હાઉસમાં થયેલી છેડતી અંગેની FIR દાખલ થઇ ગઇ છે.  રાત્રીના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અજાણી વ્યક્તિ અંદર ઘૂસી ગઇ હતી અને છેડતી કરી હતી. જોકે યુવતી ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો ન હતો. અન્ય યુવતીઓએ આ યુવકને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ તેણીને જાણ કરી હતી અને ફરિયાદ કરવા કહ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

ડીસીપી પ્રવીણ મલ એ જણાવ્યું કે પીજી માં મહિલાની છેડતી કરવાની ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી છે. 354ની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. સંચાલક ગેરકાયદે રીતે પીજી હાઉસ ચલાવતો હતો કે નહીં તે તપાસનો વિષય છે અને પોલીસને હજી સુધી આ અંગે માહિતી નથી. પોલીસની તમામ ટીમો સીસીટીવી ફૂટેજ, આરોપીનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે કાર્યવાહી કરી રહી છે. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું છેકે જો સંચાલકો વિરુદ્ધ કોઇ પુરાવારૂપ હકિકતો સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની ઘટનાઓ સામે આવી છે. છ દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ અને એલિસબ્રિજ પાસેથી બે લાશ મળી હતી, જેની ઓળખ હજી સુધી પોલીસ કરી શકી નથી. હત્યાના કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવા છતાં પણ આરોપીનું પગેરું મેળવી શકાયું નથી. તેવામાં સીજી રોડ પર પીજી હાઉસમાં ધૂસીને વિકૃત યુવકે મહિલા સાથે છેડતી કરી છે.

ઘટના બાદ પીજીમાં રહેતી 19 યુવતીઓ અત્યરે ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે. જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે.પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.

Back to top button