GujaratNews

ફેક આઈડી બનાવનારા ચેતી જજો,સાઈરામ દવેનુ આઈડી ચલાવનાર ફસાયો કાયદાની ચંગુલમાં,વાંચો સમગ્ર ઘટનાક્રમ

આજના આ સોસીયલ મીડિયાના જમાનામાં લોકો સોસીયલ મીડિયા થકી નામ બનાવવા કે પૈસા બનાવવા કે પોતે સેલીબ્રીટી બનવા માટે ફેક આઈડી બનાવતા હોય છે એવામાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવે નામનું ફેક આઈડી હોવાનું સામે આવ્યું છે અને એ આઈડી ચલાવનાર સામે કાયદાકીય પગલા હાથ ધરાયા છે.તમને જણાવી દઈએ કે હાસ્ય કલાકાર સાઈરામ દવે ના નામે ઇંસ્ટાગ્રામ ચલાવતા યુવકની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી.આ યુવાનનું નામ આશિષ જાની છે. આશિષ જાનીની સાઈબર સેલ દ્વારા કરવામાં ધરપકડ આવી હતી.

સમગ્ર ઘટના અંગે તમને જણાવીએ તો અમદાવાદના આરજે એ સાંઈરામ દવેને ફોન કર્યો હતો.ત્યારે આ ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના આરજે એ આ આઈડી અંગે જાણવતા સમગ્ર મામલાની સાઈરામ દવે ને જાણ થઈ હતી.અહી ઉલ્લેખનીય છે કે આ યુવાન “sairamdaveofficial” નામના એકાઉન્ટથી ઇંસ્ટાગ્રામ ઓપરેટ કરતો હતો.

અહી ઉલ્લેખનીય છે કે સાંઈરામ દવેએ બે માસ પહેલા સાઇબર સેલમાં અરજી આપી હતી ત્યારબાદ સાઈબર સેલ એકશનમાં આવી ગયું હતુ.. જ્યારે તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતુ કે બે વર્ષથી આ યુવાન ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતો હતો. આ યુવાન માયાભાઈ આહીર,કિંજલ દવે સહિતના સેલિબ્રિટીના મેસેજ આવતા જોઈને ખુશ થતો હતો.પરંતુ એને ક્યાં ખબર હતી કે આ એને એક દિવસ હેરાન કરી મુકશે.આ યુવાનની પૂછપરછ થી જાણવા મળ્યું હતું કે યુવકની ઉંમર માત્ર ૨૦ વર્ષની છે. અને તે ગ્રેજ્યુએટ છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button