Crime

શૌલાચયમાં વિસ્ફોટ થતા પાંચ વર્ષના બે બાળકોના કમકમાટી ભર્યા મોત,એક ગંભીરરીતે ઘાયલ

અત્યારે ઉત્તર પ્રદેશથી સરાયઈનાયતના દુબાવલ ગામમાંથીં એક હદયકંપી ઘટના સામે આવી રહી છે. યુપી ના દુબાવલ ગામમાં એક ઘરમાં બનાવેલા શૌચાલયમાં ભીષણ વિસ્ફોટ ત્ન્યો છે જેને કારણે બે બાળકોના મોત થઈ ગયા છે, જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ ઘાતક વિસ્ફોટ શૌચાલયમાં સંતાઈને મુકવામાં આવેલા બારૂતને કારણે થયો હતો જે પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બારૂત કોણે અને શા માટે મુક્યો, તે હજી ચર્ચાનો વિષય છે એ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.

અહી ઉલ્લેખનીય છે કે યુપીના દુબાવલ ગામ નિવાસી શિવપૂજન બિંદ કે જેઓ શાકભાજીની ખેતી કરે છે. મંગળવારે સવારે તે ગંગા કછાર સ્થિત પોતાના ખેતરે જ્યારે તેમની પત્ની ગીતા પિયર ગઈ હતી, તેના ચાર બાળકોમાં ત્રીજા નંબરનો વિયજશંકર કે જેની ઉંમર ૫ વર્ષ છે. જે ભાઈ-બહેનો તેમજ પાડોશીઓના એની ઉંમરના બે બાળકો સોનમ પુત્રી રાજેશ તેમજ આયુષ પુત્ર સંજય બિંદની સાથે બપોરે ઘરની નજીક રમી રહ્યો હતો.

રમતા-રમતા ત્રણેય ઘરની બહાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવવામાં આવલા શૌચાલયમાં પહોંચી ગયા.અને અચાનક જ ત્યાં ભીષણ વિસ્ફોટ થયો, જેની ચપેટમાં આવતા ત્રણેય ઉછળીને દૂર ફેંકાઈ ગયા હતા.તમને જણાવી દઈએ કે તે પૈકી સોનમના ચહેરા અને વિજયશંકરના પેટ તેમજ હાથના ચીથરા ઉડી ગયા હતા. જ્યારે આયુષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો બાળકોને લઈને જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ફરજ પરના ડૉક્ટરોએ આયુષીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજયશંકરનું પણ ત્યાં જ મૃત્યુ થયું હતું, જ્યારે આયુષની હાલત હજુ પણ નાજુક હોવાનું સુત્રો દ્રારા જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેમને રિપિટ, છરા, સાયકલની ચેનના ટુકડાં વગેરે મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈકે બોમ્બ બનાવવા માટેનો સામાન શૌચાલયમાં સંતાડીને રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે.

Back to top button