India

બિહારમાં તંત્રની અપીલ છતાં પણ બેશરમ નેતાઓ-અભિનેતાઓ હોસ્પિટલમાં સીન સપાટા કરવા આવે છે, શરદ યાદવ તો 30 લોકો સાથે પહોંચ્યા

મગજના તાવથી મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા ગુરુવારે 161 સુધી પહોંચી ગઈ છે.  હોસ્પિટલ શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ દ્વારા સતત અપીલ કરવામાં આવે છે કે નેતાઓ અને અભિનેતાઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં ન આવે. તેના કારણે દર્દીઓની સારવાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. તેમ છતા ગુરુવારે બેશમરમ બનીને જનતા દળના નેતા શરદ યાદવ 30 લોકોની ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. શરદ યાદવે  આઈસીયુનું નિરીક્ષણ પણ કર્યું હતું.

શરદ યાદવ હોસ્પિટલમાંથી નીકળ્યા તેની થોડી જ વારમાં તો ભોજપુરી સિંગર અને એક્ટર ખેસારી લાલ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેને જોવા માટે ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી અને લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.આવા બેશર્મ લોકો ડોક્ટરને સારવાર પણ નથી કરવા દેતા અને પોતાના લાભ માટે સીન સપાટા કરવા હોસ્પિટલ પહોંચી જાય છે. તાજેતરમાં જ પત્રકાર અંજના ઓમ કશ્યપ બેશરમ ની જેમ આઈસીયુમાં ઘુસી ગઈ હતી અને સારવાર કરી રહેલા ડોક્ટરને પરેશાન કરી રહી હતી.

 હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલ કુમાર શાહીએ જણાવ્યું કે મગજના તાવથી પીડિત 150 બાળકો હજુ પણ હોસ્પિટલમાં એડ્મિટ છે. બીમાર બાળકો સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ડોક્ટર્સ સારવારમાં વ્યસ્ત છે પરંતુ આ સમયે નેતાઓ હોસ્પિટલની મુલાકાતે આવે ત્યારે સારવારમાં મુશ્કેલી થઈ રહી છે. બુધવારે અપીલ કરી હતી કે નેતાઓ હોસ્પિટલ આવવાની જગ્યાએ તે વિસ્તારોમાં જાય જ્યાં આ બાળકો રહે છે અને ત્યાં રોગ વિશેની જાગ્રતતા ફેલાવે.

 

 

 

Back to top button