IndiaStory

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કરાવી નવી હેરસ્ટાઈલ,નવા અને સરખા લુક સાથે આવશે મેદાનમાં

વર્લ્ડકપ ની સીઝન ચાલી રહી છે ત્યાં ટીમ ઇન્ડિયા પણ પુરા જોશ સાથે આગળ વધી રહી છે. ભારતીય ટીમ આ વખતે વર્લ્ડકપ જીતવા માટે પૂરી રીતે તૈયાર છે ત્યારે હમણાં પાકિસ્તાનને હરાવ્યા પછી ટીમ ઇન્ડિયા ૫ દિવસના નાના બ્રેક પર છે તમને જણાવી દઈએ કે આ બ્રેક ટાઈમ માં ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ધોની, પંડ્યા અને ચહલ આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઇલ કરાવી નવો લુક આપવા પહોચી ગયા છે.

બધાને નવાઈ લાગશે કે કોણ એવો લંડનનો નસીબદાર હેર સ્ટાઈલર છે કે જેણે ભારતીય ક્રિકેટર્સને નવો લૂક આપ્યો છે,તો જણાવી દઈએ કે આલિમ હકીમ નામના ફેવરિટ હેરસ્ટાઇલિસ્ટે ટ્વિટર ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખિલાડીઓને નવી હેરસ્ટાઈલ સેટ કરી એમની સાથે સેલ્ફી શૅર કરી છે, જેમાં ધોની, પંડ્યા અને ચહલ નવી હેર સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોના કેપ્શનમાં આલિમ જણાવે છે કે, ”લંડનમાં હેરકટનું સેશન ચાલે છે.”

અહી ઉલ્લેખનીય છે કે આ સિયાય ટીમ ઇન્ડિયાએ પણ પોતાના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ પ્લેટર્સનો ફોટો શૅર કર્યો હતો અને BCCI ના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી પણ આ ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેના પરથી લાગી રહ્યુ છે કે આજકાલ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને નવા લુક સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે.

Back to top button