Gujarat

ખુરશીમાં બેસવા જેવી બાબતે વકીલે બીજા વકીલ અને ક્લાર્ક પર ફિલ્મી ઢબે હમલો કર્યો,વકીલ વિરુદ્ધ ગુનો નોધી તપાસ આગળ હાથ ધરી

રાજકોટ શહેરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખુરશીમાં બેસવા જેવા પ્રશ્નને લઈને ગઈકાલે નિર્મલા રોડ પર રહેતાં એક વકિલને બીજા વકિલ સાથે બોલાચાલી થઈ ગઈ હતી.પણ વકીલને સુ ખબર કે એ બોલાબલી છેક મારામારી સુધી આવી પહોચશે?  આ બોલાચાલીની રીસ રાખી વકીલે ત્રણ વ્યક્તિ સાથે મળી પ્રૌઢ વયના વકિલ અને તેમના કલાર્કના બાઇકને સરકિટ હાઉસ નજીક ઉભુ કાયદેસર ઉપર હુમલો કરવા તૂટી પડ્યા હતા. વકીલ અને એના બોલાવેલ લોકોએ ઢીકા-પાટુનો માર મારી બાઇકમાં તોડફોડ કરી હતી.

રાજકોટ સર્કીટ હાઉસ નજીક આ બનાવને પગલે એકદમ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં.અહી ઉલ્લેખનીય છે કે  હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.નિર્મલા રોડ પર રહેતાં એડવોકેટ મિકાઇલભાઇ સુરૈયાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, હું રાજકોટ કોર્ટમાં વકિલાત કરુ છું. ગઇકાલે ૨૦ મીએ બપોરે હું ડિસ્ટ્રીકટ કોર્ટમાં હતો ત્યારે મારે ખુરશીમાં બેસવા મામલે વકિલ શૈલેષભાઇ ભટ્ટ સાથે થોડી બોલાચાલી થઇ હતી. ત્યારે બીજા વકિલો આવી જતાં અમને બંનેને છુટા પાડી દીધા હતાં. એમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતની રીસ રાખીને આજે સવારે હું અને મારા ક્લાર્ક મહેશભાઈ સિંધવ કોર્ટ જતા હતા ત્યારે સરકિટ હાઉસના ગેટ પાસે પહોચ્યા ત્યારે શૈલેષભાઇએ અમને ઉભા રહેવા ઇશારો કરતાં મેં મારું બાઇક ઉભુ રાખી દીધું હતું. પણ અમે કઈ સમજીએ તે પહેલાં જ શૈલેષભાઇએ ગઇકાલની વાતની રીસ રાખી હોકીથી માર મારવાનું શરૂ કર્યુ હતું. તેની સાથેના ત્રણ જેટલા અજાણ્યા શખ્સો પણ જેમફાવે તેમ ગાળો દઇ ઢીકા-પાટુ મારવા માંડ્યા હતાં. વધુમાં ફરિયાદી વકીલે કહ્યું હતું કે એક શખ્સે અમારા કલાર્ક મહેશભાઇને પણ માર મારી ગાળો દીધી હતી. તેમજ મારા બાઇકમાં પણ હોકીના ઘા ફટકારી પાંચેક હજારનું નુકસાન કર્યુ હતું. જો કે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા તેઓ પોતાની કાર લઈને નાસી છૂટ્યા હતા. જો કે મને શંકા છે કે તેઓ મને મારી નાખવાના ઈરાદા સાથે આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button