Gujarat

અમદાવાદ:મહિલા પોલીસ કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું,

છેલ્લા દોઢેક વર્ષમાં પોલીસ ખાતામાં અધિકારીઓ દ્રારા આત્મહત્યા કરવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે પણ આત્મહત્યા પાછળ નું નક્કર કારણ સુ હોય છે એ લોકો સમક્ષ આવી શકતું હોતું નથી કામનું પ્રેશર કે પછી અન્ય કોઈ દબાણને લઈને આત્મહત્યા કરતા પોલીસમિત્રોમાં અમુક સ્યુસાઇડ નોટ લખી ગયા છે. હમણાં હમણાં મળતા સમાચાર અનુસાર એક મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે.

અહી ઉલ્લેખનીય છે કે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલાએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.તમને જણાવી દઈએ કે ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે જ બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. પરંતુ આ આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ શરૂ કરી છે.આત્મહત્યાનું નક્કર કારણ તો તપાસ પછી જ બહાર આવી શકે છે.

Back to top button