CrimeGujarat

ગુજરાત:ઉઘરાણીને લઈને એક જ પરિવારના ચાર લોકોની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી

બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના ચાર લોકોની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે.મળતી પ્રાથમિક માહિતી અનુસાર  જુની ઉઘરાણીના મુદ્દે પાંચ લોકો પર ઘાતક હુમલો થયો છે.તીક્ષ્ણ હથિયારો થી થયેલા આ હુમલામાં ચાર લોકોના કરપીણ મોત નિપજ્યા છે.અહી ઉલ્લેખનીય છે કે ચાર લોકોના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારોના ઘા જોવા મળી રહ્યા છે.આ સમગ્ર ઘટના અંગે જાણીએ તો મઘરાતે આ ઘટના બનેલી છે.આ ઘટના અંગે સવારે પાડોશીઓને જાણ થતા તેઓએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી.આ હત્યા પછી ઘરની દિવાલ પર રૂપિયા ૨૧ લાખની ઉઘરાણીનો હિસાબ લખેલો જોવા મળી રહ્યો છે. એને ગંભીરતાથી જોઈએ તો ઉઘરાણીને લઈને હત્યા થઈ હોવાનું અનુમાન છે.

આ હત્યામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. જેમાં ઉકાજી કરશનજી પટેલ કે ઉંમર ૨૨  વર્ષ છે,સુરેશ કરશનજી પટેલ કે જેની ઉંમર ૧૩ વર્ષ છે,ભાવનાબહેન પટેલ કે જેમની ઉંમર ૧૮ વર્ષ છે અને આનંદી બહેન કરશનજી પટેલ કે જેમની ઉંમર ૫૦ વર્ષ છે.

લાખણી તાલુકાના કુડા ગામે પાંચ લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે જેમાં એક જ પરિવારના ચાર લોકોના ના મોત થયા છે અને કુટુંબ ના ફૂલ પાંચ વ્યક્તિ માંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.આ હુમલામાં હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે,આ સમગ્ર બનાવ રાત્રીના સમયમાં બન્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને દીવાલ પર ૨૧ લાખની ઉઘરાણીનો હિસાબ જોવા મળી રહ્યો છે.અને આ ઉઘરાણીને લઈને હત્યા થઇ હોવાનું માનવું છે.

Back to top button