Gujarat

વડોદરા: ડમ્પરે એક્ટિવા ચાલક યુવતીને કચડતા ઘટનાસ્થળે મોત, યુવતી માતા સાથે ફૂલ લેવા ગઈ હતી

વડોદરામાં માંજલપુમાં  રાત્રે 9 વાગ્યે ડમ્પર ચાલકે એક એક્ટિવા પર જતાં માતા-પુત્રીને અડફેટે લીધા હતા. ડમ્પર નીચે કચડાતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.વિગતો અનુસાર પુત્રી માતા સાથે ફુલ લેવા ગઈ હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

સ્થાનિકના જણાવ્યાં મૂજબઅમરનાથપુરમ સોસાયટીમાં રહેતી નિધી અફીનવાલા મોડી સાંજ માતા સાથે ફૂલ લેવા માટે એક્ટિવા પર નીકળી હતી. લાલબાગ બ્રીજ તરફથી 9 વાગ્યાની આસપાસ માતા-પુત્રી ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી જેથી માતા પુત્રી રસ્તા પર પટાકાયા હતા. તેવામાં પાછળથી આવી રહેલા ડમ્પરનુ ટાયર યુવતી ઉપર ફરી વળતા તેનુ ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જો કે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડમ્પર ચાલકે પાછળથી એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ડમ્પરનુ ટાયર એક્ટિવા સવાર યુવતી ઉપર ફરી વળતાં તેણીનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

Back to top button