GujaratStory

ગુજરાત : અમદાવાદની 16 વર્ષની છોકરી ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે ફરવા ગઈ અને ના થવાનું થઇ ગયુ

આજકાલની જનરેશન એટલે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ વગર ચાલે જ નહી અને એના પર બનનારા બનનારા દોસ્તો પર તો જાણે એ વર્ષોથી એકબીજાને ઓરખતા હોય અને એ જ એકબીજાને સમજી શકતા હોય એમ આંધળો ભરોસો મૂકી દેતા હોય છે અને પછી એ મોટી મુસીબત માં મુકાઈ જતા હોય છે એવો જ એક કિસ્સો અમદાવાદમાં આપની સામે આવ્યો છે.જેમાં એક ૧૬ વર્ષની છોકરો પોતાના instagram પર બનેલા ફ્રેન્ડ સાથે ફરવા જતી રહે છે અને એને બહુ ભારે પડી જાય છે.

16 વર્ષની છોકરી કે જે અમદાવાદની રહીશ છે અને તેની મમ્મીએ સ્માર્ટફોન અપાવ્યો હતો. સ્માર્ટફોન મળ્યા બાદ પોતાના અન્ય ફ્રેન્ડ્સની દેખાદેખીમાં શ્વેતાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી, અને જેમાં તેનો કોન્ટેક્ટ ઘાટલોડિયામાં રહેતા એક છોકરા સાથે થયો હતો.થોડો સમય જતા આ છોકરો અને છોકરી એકબીજાના ખાસ ફ્રેન્ડ બની ગયાં હતાં, અને બંને વચ્ચે મુલાકાતો પણ થવા લાગી હતી.

પરંતુ, જેમ મોટાભાગની ટીનેજ લવસ્ટોરીમાં થાય છે તેમ, થોડો સમય ફ્રેન્ડશિપ રહ્યા બાદ છોકરાએ આ છોકરીને પોતાની સાથે ભાગી જવા માટે કહેવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તો શ્વેતા તેના માટે જરાય તૈયાર નહોતી થતી. જોકે, આ છોકરો જયારે પણ આ છોકરીનેને મળતો ત્યારે તેને ઘર છોડીને પોતાની સાથે ભાગી જવા માટે કહેતો રહેતો હતો.પણ ત્યાં સુધી તો છોકરી ના જવા માટે અડગ જ હતી.

પરંતુ આખરે એક દિવસઆ છોકરી તેના માટે પણ તૈયાર થઈ ગઈ હતી. છોકરો અને છોકરી બાઈક પર અમદાવાદના છેવાડે આવેલા વૈષ્ણોદેવી મંદિર તરફ ગયા હતા. જોકે, આ દરમિયાન જ મીતે પોતાનું પોત પ્રકાશ્યું હતું. તે શ્વેતાને ઝાડીઓમાં લઈ ગયો હતો, અને ત્યાં તેને અડપલાં કરવાની શરુઆત કરી હતી. આ છોકરીએ એ છોકરાની આવી ગંદી આ હરકત સામે વાંધો લીધો હતો અને પોતાનાથી દૂર થઈ જવા કહ્યું હતું.

છોકરી પોતાના તાબે ન થતાં છોકરાએ પોતાના વચ્ચેની ચેટ વાયરલ કરી દેવાની ચિમકી આ છોકરીને આપી હતી. જોકે, તેમ છતાંય છોકરીએ હિંમતપૂર્વક એ નરાધમનો સામનો કર્યો હતો. આખરે બંને વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી થતાં એ છોકરો છોકરીને ઘરે મૂકીને બાઈક પર ભાગી ગયો હતો. ઘરે પહોંચતા જ છોકરીએ આ અંગે પોતાની માતાને જાણ કરી હતી. છોકરો ભવિષ્યમાં કોઈ બીજી છોકરીને ન ફસાવે તે માટે તેને પાઠ ભણાવવાના હેતુથી છોકરીએ અને તેની માતાએ તરત જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

આ સાચી ઘટના છે પરંતુ પ્રાઈવસીને ધ્યાને રાખીને છોકરી કે છોકરાનું નામ લખતા નથી,પણ આ ઘટનાથી આજકાલની જનરેશને શીખવા જેવું છે.

Back to top button