Gujarat

ચોટીલા: ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરે ચીથરા ઉડી ગયા, માતા-પુત્રી થયા આગમાં ભડથું

ચોટીલાના આનંદપુર ખાતે એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી.પ્રચંડ આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને માતા-પુત્રી ભડથું થઇ જતા ઘટના સ્થળે જ મોત થયા હતા. માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતા જેઠાણી દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર ખાતે માતા-પુત્રી ઘરમાં સૂતા હતા એ સમયે ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગ્રામજનો આગને કાબૂમાં લે એ પહેલા જ માતા-પુત્રી આગમાં ભડથું થઈ ગય હતા. ઘટનામાં રંજનબેન વાઘેલા અને 9 માસની પુત્રી બંસી વાઘેલાનું મોત નીપજ્યું છે. શોર્ટ સર્કિટના કારણે ટીવીમાં બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ આ ઘટનામાં ફોરેન્સિક તપાસ પણ કરશે અને આગ લાગવાનું કારણ તપાસશે. ચોટીલાના મામલતદારે જણાવ્યું હતું કે ટીવી આખી રાત ચાલુ રહી ગયું હોવાથી શોટ સર્કિટ થયો હોવાનું વાત જાણવા મળ્યું છે. આ ઘટના ચેતવણી સમાન છે. જોકે હજુ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તપાસ બાદ જાણવા મળશે.

Back to top button