Crime

ઘોર બેદરકારી : ડોક્ટરોએ મૃત જાહેર કરેલ વ્યક્તિ પોસ્ટમોર્ટમ પહેલા જીવતો નીકર્યો

મધ્યપ્રદેશમાં એક બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે,મધ્ય પ્રદેશની એક જિલ્લા હોસ્પિટલમાં જે દર્દીને ડોક્ટરોએ રાત્રે મૃત જાહેર કર્યો હતો તે દર્દી સવારે જીવતો મળ્યો.ડોક્ટરોએ જાહેર કરેલ આ મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો તે દરમિયાન તે જીવતો મળ્યો. આ ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાની સિવિલ હોસ્પિટલની છે. હોસ્પિટલના સંચાલકોએ આ સમગ્ર ઘટના અંગે ડોક્ટરની બેદરકારી ગણાવી અને કહ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

રીપોર્ટસ દ્રારા મળી રહેલી માહિતી મુજબ સાગર જિલ્લાના હોસ્પિટલમાં ગુરુવારે સારવાર દરમિયાન એક દર્દીને ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધો હતો. શુક્રવારે સવારે જ્યારે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો ત્યારે તે જાણવા મળ્યું કે તે જીવે છે. આ અંગે પરિવારજનોએ હોસ્પિટલને ફરિયાદ કરી અને સીએમઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના અંગે સીએમઓ ડો.આરએસ રોશને કહ્યું કે, આ ડોક્ટરોની ઘોર બેદરકારી છે અને તેની કડક તપાસ કરવામાં આવશે. જોકે કેટલાક જાણકારોનું માનવું છે કે કેટલાક કેસમાં ખાસ કરીને ન્યૂમોનિયામાં એવું થાય છે કે હ્રદયની ઘબકારા સંભળાતા નથી અને ડોક્ટર દર્દીને મૃત જાહેર કરે છે. પાછળથી તેવા દર્દીઓ જીવીત મળી આવે છે.

Back to top button