Gujarat

હવામાન વિભાગની આગાહી: ત્રણ જ દિવસમાં ગુજરાતમાં થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

ચોમાસાને લઇ હવામાન વિભાગે કરી છે જેમાં આગામી 3 દિવસમાં રાજ્યમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. ત્યારે લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે અને ગુજરાતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.અરબ સાગરમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે રાજ્ય પર વાવાઝોડાનો ખતરો માંડ માંડ ટળ્યો હતો. જો કે વાયુ વાવાઝોડાની અસરને લઇને થોડા દિવસ અગાઉ લગભગ રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યારે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે જેથી દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે.

આ અઠવાડિયાના અંતમાં અને આવતા અઠવાડિયાના શરુઆતમાં ગુજરાત હવામાન વિભાગ દ્રારા ગુજરાત માટે સારા સમાચાર દેખાઈ રહ્યા છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે દેશના દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભાગોમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. હવે આ ધીમે-ધીમે વરસાદ ગુજરાત તરફ આવી રહ્યો છે. રાજ્યમાં ૨૩ થી ૨૬ તારીખ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૩ તારીખે એટલે કે રવિવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ દાદારા નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની આગાહી છે. ૨૪ તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિલાસાગર સહિત દાહોદ અને ડાંગ પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૫ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, બરોડા, છોટા ઉદેપુર, આણંદ અને સુરતનો પણ સમાવેશ થાય છે. આ સિવાય દેશમાં વરસાદ ગુજરાતની નજીક પહોંચ્યો હોવાથી તાપમાન ૪૦ડીગ્રી ને પાર નહીં જાય અને વધુમાં વધુ તાપમાન ૩૮ ડીગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરાઈ છે. જોકે, ખાનગી હવામાનની એજન્સીઓ દ્વારા અમદાવાદમાં મંગળવારે તથા બુધવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં શરુઆતમાં ચોમાસું નબળું રહેવાના કારણે ખેતી પર તેની અસર પડી રહી છે, આ સિવાય જળાશયોમાં પણ પાણીની કમી દેખાઈ રહી છે.

Back to top button