Gujarat

સુરત: પાંચ વર્ષની બાળકીના પેટમાં ૯ ફૂટ લાંબો સળીયો આરપાર થઇ ગયો,ડોકટરે બાળકીને બચાવીને જીવનદાન આપ્યું

ડોક્ટરને ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે. એ વાત ખરેખર સાચી પુરવાર સાબિત થઇ છે આવી જ ઘટના સુરતમાં જોવા મળી છે. જ્યાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી એક પાંચ વર્ષની બાળકીને સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મોતના મુખમાંથી બહાર કાઢી નવું જીવનદાન આપ્યું છે.તમને જણાવી દઈએ કે સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં બાંધકામની સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકની પાંચ વર્ષની દીકરી દાદર ઉતરી વખતે નીચે પટકાતા આઠથી નવ ફૂટ સુધીનો સળીયો બાળકીના પેટને ચીરી આરપાર નીકળી ગયો હતો.

આ નાની દીકરીના પેટમાં આટલો મોટો સળીયો આરપાર થઇ જતા લોકો ડરી ગયા હતા પરંતુ, હાજર લોકોએ હિંમત કરીને તાત્કાલિક અડધો સળિયો કટ્ટર મશીનથી કાપી નાખ્યો હતો અને સાડા ત્રણથી ચાર ફૂટ સુધી પેટની આરપાર રહેલા સળિયા સાથે બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબોની ટીમે સફળતાપૂર્વક સર્જરી કરી બાળકીને એક નવજીવન આપ્યુ હતુ.

Back to top button