GujaratStory

રાજકોટમાં ચાલતી આ અનોખી રોટી બેંક,રોજ ૩૦૦૦ લોકોના પેટ ભરે છે ભવિષ્યમાં ૧૦૦૦૦ લોકો જમાડશે

પૈસા,બ્લડ અને મિલ્કતની તો ઘણી બેંકો વિષે આપણે સાંભર્યું છે અને જોયું પણ છે પરંતુ આજે એક અનોખી બેંક વિષે વાત કરશું આ બેન્કનો ઉદ્દેશ કોઈ નામ કે પૈસા કમાવવાનો બિલકુલ નથી.રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. જેમાં રોટી જમા કરાવવા રોજ લોકોની લાઇન લાગે છે. અહીં રોજ ૩૦૦૦ થી માંડી ૩૫૦૦ જેટલી રોટલી જમા થાય છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી ભૂખ્યાનાં પેટની જઠરાગ્ની ઠારવામાં આવે છે. આ ટ્રસ્ટનો એકમાત્ર ઉદેશ છે કે શહેરમાં કોઇ ભૂખ્યું ના સૂવે.

શહેરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા લગભગ ચાર વર્ષથી આ રોટી બેંક ચાલી રહી છે. જેમાં લોકો પોતાની રીતે જ રોટી જમા કરાવતા થયા છે.અહી ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં રોજ ૨૫૦ થી ૩૦૦ જેટલી રોટી જ જમા થતી હતી. પરંતુ સમય જતા આ બેંકનો વ્યાપ પણ વધતો ગયો. આજે રોજની ૩ હજારથી વધુ રોટી જમા થાય છે. ટ્રસ્ટના સેવકો દ્વારા આ રોટી સરકારી હોસ્પિટલ, મજૂરવર્ગ અને ઝુંપડપટ્ટી વગેરેના લોકોમાં વિતરણ કરવામાં આવે છે. શહેરમાં ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય કે જમણવાર હોય ત્યાં વધેલું ભોજન પણ આ ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અહીંયા રોટલીની સાથે શાક અને મિઠાઈ પણ પીરસવામાં આવે છે. સવારથી બપોર સુધીમાં રોટલી એકઠી કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. ટ્રટ્રસ્ટ નો એકમાત્ર ઉદ્દેશ છે કે લોકો ભૂખ્યા ના સુવા જોઈએ અને શુદ્ધ તથા સાત્વિક ભોજન લોકો સુધી પહોચવું જોઈએ.રોટી બેંકમાં રોટલી આપનારા લોકોનું માનવુ છે કે પુણ્ય જ સૌથી મોટુ ફળ છે. જો કોઈનું સારૂ કરશો તો કુદરત પણ તમારું અને સૌનું ભલું કરશે અહીંયા રોટલી આપવાવાળાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવનાર સમયમાં ૧૦ હજારથી વધુ ભુખ્યા લોકોનું પેટ ભરવા માટેનું કામ આ રોટી બેંક દ્વારા કરવામાં આવશે.

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ એવું ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભૂખ્યું ના સુવું જોઈએ . એમણે વધુમાં કહ્યું હતું કે બિહાર અને પંજાબમાં  જોયા બાદ અને સરકારી હોસ્પિટલની બહારની આવેલા લોકોના દ્રશ્ય જોઈને તેમને રાજકોટમાં રોટી બેન્ક શરૂ કરવાનો ઉત્તમ વિચાર આવ્યો હતો. આ ટ્રસ્ટ તેમનું વાહન લઈને રોજ ૫૦ કિ.મી જેટલું ફરે છે ફરે છે અને ઘરે ઘરે જઈને રોટલી ભેગી કરવાનું કામ કરે છે. તેમને રોજની લગભગ ૩૦૦૦ થી વધુ રોટલી લોકો તરફથી મળે છે. જયેશ ઉપાધ્યાયે જણાવ્યું, જે લોકો પાસે ભોજન નથી તેવા લોકોને અને હોસ્પિટલના દર્દીઓને અમે સંપૂર્ણ ભોજન કરાવીએ છીએ. રોટી બેંકમાં શુદ્ધ ઘી વાળી તાજી રોટલી જ લેવામાં આવે છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ આ પ્રકારની બેંક શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Back to top button