Crime

એક શિક્ષકે પોતાના ત્રણ બાળકો અને પત્નીની કરપીણ હત્યા કરી,પોલીસ સમક્ષ ગુનો કબુલી લીધો

દેશની રાજધાની દિલ્હીમાં હદય હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. દીલ્જીમાં મહરોલી વિસ્તારમાં રહેતા એક હેવાને પોતાના ત્રણ બાળકો અને પતિની હત્યા કરી નાખી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર આરોપીએ એક ચિઠ્ઠી પણ લખી છે જેમાં તેને ચાર લોકોની હત્યા કરી હોવાનું પણ તેણે કબુલ્યું છે. જો કે હજુ સુધી કયા કારણોસર આ પગલુ ભર્યું તે હજી સુધી જાણવા મળ્યું નથી. આ શખ્સને બે દિકરીઓ અને એક દિકરો છે.

હત્યા કરી છે એ બાળકોમાં મોટી દિકરીની ઉંમર ૭ વર્ષ, છોકરાની ૫ વર્ષ અને સૌથી નાની દિકરીની ઉંમર ૨ મહીનાની હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આરોપીનું નામ ઉપેન્દ્ર શુકલા છે જે પોતે એક શિક્ષક છે. તેને શુક્રવારના મોડી રાતે ૧ થી ૧:૩૦ વાગ્યાની વચ્ચે બધાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના મહરોલી વિસ્તારમાં આ હત્યાની ઘટના સામે આવી છે. મહરોલીના વોર્ડ નંબર બેમાં રહેતા એક શખ્શે પોતાની પત્ની અને ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

જોકે, પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી લીધી છે અને પોતે ડિપ્રેશનમાં હોવાનું પણ કબૂલ્યું છે. જોકે, હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ સ્પષ્ટ થયુ નથી. ઘટનાની વિગત એવી છે કે, વોર્ડ નંબર બે માં રહેતા શખ્સે ચપ્પા વડે પહેલા ત્રણ લોકોની હત્યા કરી. અને ત્યાર બાદમાં પોતાના જ માસૂમ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી. આ ઘટના સ્થળેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. આરોપીએ પોતાની બે દિકરીઓ અને એક દિકરો તથા પત્નીની હત્યા કરી છે. આ આરોપીનું નામ ઉપેન્દ્ર શુક્લા છે અને તે વ્યવસાયે ટીચર છે.

Back to top button