GujaratStory

45 વર્ષીય દાહોદ ભાજપ પ્રમુખે 27 વર્ષની મહિલા મોરચા ઉપપ્રમુખ સાથે લગ્ન કર્યાં, જુઓ મહિલા ઉપપ્રમુખના Photos

ફિલ્મોમાં તો આપણે ઘણા કિસ્સા જોયા હશે જેમાં નાની ઉંમરની હિરોઈન મોટા હીરોના પ્રેમમાં પડે છે પણ ગુજરાતમાં જ એક એવો કિસ્સો બન્યો જેમાં નાની ઉંમરની મહિલા નેતાએ પોતાની ઉંમરથી 22 વર્ષ મોટી ઉંમરના નેતા સાથે લગ્ન કર્યા. દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા છે. શંકરભાઇ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ છે.

સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા જલ્પા મલ અમલીયારે 20 જૂને લગ્નની તસવીર શેર કરી હતી. ત્યારબાદ 22 જૂને કવિતા સાથે ફેસબુક એકાઉન્ટ પર લગ્નની તસવીર મૂકી છે. શંકર અમલીયાર પોતે નોકરી, સમાજ સેવા કરે છે અને ખેતીની આવક ધરાવે છે. અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું.

શંકરભાઇના પ્રથમ લગ્ન હાલના ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારાના બહેન સાથે થયા હતાં. તેમને ચાર બાળકો છે. શંકરભાઇના પ્રથમ પત્નીનું વર્ષ 2010માં નિધન થયું હતું. ત્યાર બાદ વર્ષ 2011માં શંકરભાઇએ જ્યોત્સનાબેન સાથે બીજા લગ્ન કર્યા હતાં. જોકે જ્યોત્સનાબેન છેલ્લા એક વર્ષથી તેમનાથી જુદા રહે છે. 20મી તારીખના રોજ શંકરભાઇ દાહોદ જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પાબેન માલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતાં. જલ્પાબેન બે વર્ષથી રાજકારણમાં સક્રિય છે.

શંકરભાઈના જણાવાયા અનુસાર મારા માતા-પિતાને જલ્પા ગમી ગઇ હતી. માતા પિતાએ તેના ઘરે માંગુ મોકલાવ્યું હતું. પાર્ટીમાં એક સાથે કામ કરતાં અમે વધુ સંપર્કમાં આવ્યા હતા. બંને પરિવાર વચ્ચે વાત થઇ અને સમંતિથી અમારા લગ્ન ગોઠવાયા હતાં.

એક જ તાલુકામાં રહેતાં હોઇ હું પહેલેથી જ પરિચયમાં હતી. મને સમજી શકે તેવું પાત્ર હોવાથી તેમના પરીણિત હોવાની વાત મારી માટે ગૌણ થઇ જાય છે. અમે એકબીજાને સમજીયે છીયે તે ઘણું છે. હું આ લગ્નથી ઘમી જ ખુશ છું.

Back to top button