IndiaStory

જાહેરાતો બૌ થાય છે પણ આ અપંગ મહિલાને લેવા ૧૦૮ બે કલાક સુધી ના આવી,છેવટે લોડિંગ સાયકલ પર દવાખાને લઇ ગયા

ઉત્તરપ્રદેશમાં એક શરમજનક ઘટના સામે આવી છે,સરકાર સગવડ આપવાની બુમ બરાડા પડી જાહેરાતો તો કરે છે પરંતુ જમીન લેવલે ઝીરો જોવા મળી રહ્યુ છે. યુપીના શામલીના મોહલ્લા પંસારિયન નિવાસી અંજૂ નામની મહિલા એક હાથ અને એક પગથી દિવ્યાંગ છે.

તમને જણાવી દઈએ કે આ અંજૂની કમરમાં કોઈ કારણોસર ઈજા થઈ ગઈ હતી.અંજુ દિવ્યાંગ હોવાથી એને દવાખાને લઇ જવા માટે પરિવારજનોએ હોસ્પિટલ લઈ જવા ૧૦૮ ઈમરજન્સીમાં ફોન કર્યો હતો, પરંતુ ૨ કલાક થઇ ગયા છતાં એમ્બ્યૂલન્સ અંજુને લેવા માટે ન આવી.અને કંટાળીને અંતે પરિવારે એક લૉડિંગ રિક્ષા બૂક કરાવી અને મહિલાને ખાટલા પર સુવડાવી લોડિંગ સાઈકલમાં નાખી હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાથી ત્યાં આજુબાજુના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Back to top button