GujaratSurat

22 માસૂમોને ભરખી જનાર તક્ષશિલા આર્કેડ ખુલ્યું : અંદરનો નજારો હજુ પણ ભયાનક

સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો થવા આવ્યો ત્યારે આજે આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી તક્ષશિલા આર્કેડમાં કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગત 24મીના રોજ સર્જાયેલા અગ્નિકાંડમાં ગ્રાઉન્ડ ફ્લોરની લઈને ચોથા માળ સુધી આગ પ્રસરી હતી.  ત્રીજો અને ચોથો માળ બળીને ખાખ થઈ ગયો હતો જેમાં  22 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો.

આગ બાદ બાળકોએ આગથી બચવા ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જ્યારે મોટાભાગના ચોથા માળે આવેલા ક્લાસીસમાં આગમાં બળીને મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં અને મૃતક બાળકોના પરિવારમાં ભારે રોષ છે.હાલ પણ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. ગંભીર બોદરકારીને કારણે આ ઘટના બની હોવાથી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ધરપકડ પણ કરવામાં આવી છે. ફોટોમાં જોઈ શકાય છે કે ક્લાસીસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયું છે.

આજે તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો થવા આવ્યો છે. અને તક્ષશિલા આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખુલી છએ. અને શાંતિવહનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભયાનક આગમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. જ્યારે 15 ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે માટે જવાબદાર ડીજીવીસીએલ, સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના જવાબદાર કર્મચારી-અધિકારીઓ પર સદોષ માનવ વધનો ગુનો તથા આઈપીસીની અન્ય કલમો લગાડવામાં આવે.

Back to top button