IndiaStory

રાજસ્થાનમાં વાવાઝોડાથી રામકથામાં સર્જાઈ હોનારત, ૧૪ લોકોના મોત અને ૨૪ થી વધુ ઘાયલ

રાજસ્થાનમાં ભારે વાવાઝોડાથી હોનારત સર્જાયના સમાચાર આવી રહ્યા છે.રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આંધી-વરસાદથી મંડપ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ૧૪ જેટલા લોકોના દુખદ મોત થયા છે, જ્યારે ૨૪ થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.આ દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી છે.

ત્યાના ડીએમ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે,આ દુર્ઘટનામાં ૧૪ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલા અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા. ૨૪ થી વધારે લોકો ઘાયલ થયા છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકાઓ વર્તાઈ રહી છે.

દુર્ઘટના બાદ અહીં ખુબ જ અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘાયલોને ખાનગી વાહનોથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તંત્રએ પણ તમામ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાના આદેશ આપી દીધા હતા.

Back to top button