CrimeIndia

ધનાઢ્ય પરિવારની 15 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી, કારણ જાણશો તો ચોકી જશો

એક ધનાઢ્ય પરિવારની 15 વર્ષની છોકરીએ પોતના પિતાની જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં છોકરીએ પોલીસ સામે ગુનાની કબૂલાત કરી હતી. છોકરીએ  જણાવ્યું કે તેના પિતાને પોતાના પ્રેમસંબંધની ખબર પડી જતાં તેના પર કડક પગલાં લેવામાં આવ્યા હતા અને તેનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. જેનાથી તે કંટાળી ગાઓ હતી અને પિતાની હત્યા કરી નાખી હતી.છોકરીના બોયફ્રેન્ડ ને પણ પોલીસે પકડ્યો છે. સમાજમાં મોટું નામ ધરાવતા પિતાને દીકરી ના પ્રેમસંબંધની ખબર પડી જતા તેમણે દીકરી પર કડક પગલાં લીધા હતા.

આપને જણાવી દઈએ કે છોકરીના પિતા કાપડના વેપારી હતા. દીકરીની ઉંમર હજુ 18 વર્ષ ન હોવાથી કાયદાકીય રીતે તેની ઓળખ જાહેર ન કરી શકાય. પિતાની પણ ઓળખ પોલીસે જાહેર નથી કરી. છોકરીએ જણાવ્યું હતું કે પિતાએ તેને માર મારી હતી અને મોબાઈલ પણ લઈ લીધો હતો. છોકરી સાતમા ધોરણમાં અને તેનો પ્રેમી પરવીન દસમા ધોરણમાં હતો ત્યારે બંને એકબીજાના સંપર્કમાં હતા અને આગળ જતાં દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.

છોકરીએ પિતાના દૂધમાં ઉંઘની ગોળીઓ નાખી દીધી હતી અને પરવીનને બોલાવ્યો હતો. છોકરીએ પેહલા તો પિતાને લાફા માર્યા હતા અને બેભાન થઇ ગયા બાદ તેમની હત્યા કરી નાખી હતી.પતિનું મોત અને દીકરી જેલમાં હોવાથી તેની માતા ભાંગી પડી છે. સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવ અને તેના કારણે બાળકોમાં વધી રહેલી ગુનાખોરી માટે આ કિસ્સો ઉદાહરણરૂપ છે.

Back to top button